U19 World Cup: ભારતીય ટીમ આજે અભિયાનની કરશે શરુઆત, પ્રથમ ટક્કર દક્ષિણ આફ્રિકા સામે જામશે

|

Jan 15, 2022 | 8:56 AM

ભારતીય ટીમે (Team India) તેની બંને પ્રેક્ટિસ મેચ જીતીને ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. બીજી તરફ સાઉથ આફ્રિકા પણ વોર્મ-અપ મેચમાં જીત નોંધાવવામાં સફળ રહ્યું હતું.

U19 World Cup: ભારતીય ટીમ આજે અભિયાનની કરશે શરુઆત, પ્રથમ ટક્કર દક્ષિણ આફ્રિકા સામે જામશે
Team India U19 ભારતીય ટીમ આજે જીત મેળવશે તો ક્વાર્ટર ફાઇનલનો માર્ગ આસાન થશે.

Follow us on

અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં (Under 19 Cricket World Cup), ભારત (India U19) આજથી તેનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. ગ્રુપ સ્ટેજ પર, યશ ધૂલ (Yash Dhull) ની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ સૌથી મોટો અને સૌથી મુશ્કેલ પડકાર છે. જો ભારત આ મેચ જીતી જશે તો તેનું ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. કારણ કે પછી આગામી બે મેચમાં પડકાર આસાન બની જશે. જો કે સામેનો વિરોધી ગમે તે હોય, તેને હળવાશથી ન લઈ શકાય. અને, દક્ષિણ આફ્રિકા બિલકુલ નહીં. ભારતની અંડર-19 ટીમ દક્ષિણ આફ્રિકા સામે પણ પોતાનું વોર્મ-અપ પ્રદર્શન જાળવી રાખવા માંગશે.

ભારતીય ટીમે તેની બંને પ્રેક્ટિસ મેચ જીતીને ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે પોતાના પ્રથમ વોર્મ-અપમાં વેસ્ટ ઈન્ડિઝની અંડર-19 ટીમને હરાવી હતી. જ્યારે બીજા વોર્મ-અપમાં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનો પરાજય થયો હતો. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પણ પોતાની વોર્મ અપ મેચ જીતીને ભારતનો સામનો કરવા ઉતરી છે. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વોર્મ-અપ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. એટલે કે આજની સ્પર્ધા મજબૂત અને પડકારરૂપ બનવાની છે.

U19 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાનુ પલડુ ભારે

આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોના રિપોર્ટ કાર્ડ જોઈને તમે આ મેચની ગરમીનો અનુભવ કરી શકો છો. બંને દેશોની અંડર 19 ટીમો અત્યાર સુધીમાં 22 વખત ODIમાં ટકરાયા છે, જેમાં ભારત 16 વખત જીત્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 6 વખત જીત્યું છે. એટલે કે એકંદર લડાઈમાં ભારત ઘણું આગળ દેખાય છે. પરંતુ, જ્યારે અંડર 19 વર્લ્ડ કપની વાત આવે છે, ત્યારે દક્ષિણ આફ્રિકાનો દબદબો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અંડર 19 વર્લ્ડ કપમાં બંને ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાયા છે, જેમાં ભારત માત્ર 3 વખત જીતી શક્યું છે. એટલે કે દક્ષિણ આફ્રિકાએ 4 મેચ જીતી છે.

વેસ્ટઇન્ડિઝમાં પ્રથમ વાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર

આજે યોજાનારી ટક્કર વેસ્ટ ઈન્ડિઝના મેદાન પર બંને ટીમોની પ્રથમ ટક્કર હશે. ભારતીય સુકાની યશ ધુલ પણ પોતાની કપ્તાનીમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરશે. એટલે કે ઘણા નવા અનુભવો થવાના છે. જોકે, ભારત માટે સારી વાત એ છે કે તેનો તાજેતરનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર રહ્યો છે.

વર્ષ 2020 થી અત્યાર સુધીમાં બંને ટીમો બે વખત આમને સામને આવી છે અને ભારતે તે બંને મેચ જીતી છે. જોકે યશ ધુલની કપ્તાનીમાં આ જીત હાંસલ કરી શકાઈ ન હતી. પરંતુ તે હરીફાઈમાં ભારતના દાવાને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત કરશે.

 

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

 

આ પણ વાંચોઃ Cricket: ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહે ‘લાલા એ દિલ જીતી લીધુ’ કહી સ્ટાર ક્રિકેટરને ચર્ચાનુ કારણ બનાવી દીધો

 

Next Article