WTC Final: વિરાટ કોહલીને ગળે લાગી ખભા પર માથુ રાખવાની પળનું ‘રાજ’ વિલિયમસને ખોલ્યુ

|

Jul 01, 2021 | 9:51 PM

કેન વિલિયમસને ફાઈનલ મેચ દરમ્યાન વિરાટ કોહલીના ગળે વળગ્યો હતો. ગળે વળગી તેણે પોતાનું માથુ કોહલીના માથે રાખી દીધુ હતુ. જે ક્ષણની તસ્વીર ફેન્સના દિલ દિમાગ પરથી ક્યારેય ભૂંસાઈ શકે એમ નથી.

WTC Final: વિરાટ કોહલીને ગળે લાગી ખભા પર માથુ રાખવાની પળનું રાજ વિલિયમસને ખોલ્યુ
Virat Kohli-Kane Williamson

Follow us on

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની પ્રથમ એડિશન રમાયા બાદ, હવે બીજી એડીશનની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આ માટેના ટેસ્ટ કાર્યક્રમો પણ જાહેર થવાના શરુ થઈ ચુક્યા છે. જોકે પ્રથમ એડિશનની ફાઈનલ મેચના પરિણામને લઈને હજુ પણ ચર્ચાઓ વર્તાઈ રહી છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane William)એ વિરાટ કોહલી Virat Kohliને ગળે લગાવવાની તસ્વીરને લઈ ખુલાસો કર્યો છે.

 

કેન વિલિયમસને ફાઈનલ મેચ દરમ્યાન વિરાટ કોહલીના ગળે વળગ્યો હતો. ગળે વળગી તેણે પોતાનું માથુ કોહલીના માથે રાખી દીધુ હતુ. જે ક્ષણની તસ્વીર ફેન્સના દિલ દિમાગ પરથી ક્યારેય ભૂંસાઈ શકે એમ નથી. બંને કેપ્ટનોની તે શાનદાર તસ્વીર ખૂબ વાયરલ થઈ હતી. વિલિયમસને કહ્યું હતુ કે, તે એક શાનદાર પળ હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

મીડિયા રિપોર્ટસ મુજબ વિલિયમસને ગળે લાગવાની પળને લઈને વાત કરી હતી. વિલિયમસને શાનદાર પળ ગણાવતા કહ્યું હતુ, અમે જાણતા હતા કે તમે જ્યારે પણ ભારત સામે રમતા હોવ. ગમે ત્યા હોય તમે, અવિશ્વસનીય રુપથી આ એક મુશ્કેલ પડકાર છે. તે મોટેભાગે અમારી રમતના તમામ ફોર્મેટમા બેંચમાર્ક સેટ કરે છે. તેઓ બતાવે છે કે, તેમની પાસે કેટલી ગંભીરતા છે અને તેમના દેશમાં પણ ક્રિકેટ છે.

 

તેણે ખભા પર માથુ ટેકવી રાખવાને લઈને કહ્યું હું અને વિરાટ લાંબા સમયથી એક બીજાને જાણીએ છીએ. અમે ખૂબ સારા દોસ્ત છીએ. અમે હંમેશાથી જાણીએ છીએ કે આ એક ખૂબ મોટી તસ્વીર છે. હકીકતમાં તે એક ખૂબ શાનદાર પળ હતી. અમારી દોસ્તી ક્રિકેટની રમતથી પણ મોટી છે અને અમે બંને તે જાણીએ છીએ.

જીતની ઈનીંગ રમી હતી વિલિયમસને

વિલિયમસને ફાઈનલનમાં લક્ષ્યને વિંધતી અણનમ અર્ધશતકીય રમત રમી હતી. તેની રમતે 139 રનના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ સરળ કર્યો હતો. એટલુ જ નહીં લાંબા વર્ષોથી ICC ટ્રોફી જીતવાના સ્વપનાને પણ પુરુ કરી શકાયુ હતુ. ભારતીય ટીમને 8 વિકેટથી ફાઈનલમાં કિવી ટીમે હરાવી દીધુ હતુ. ટીમ સ્વદેશ પહોંચી ચુકી છે અને હાલ બે સપ્તાહના ક્વોરન્ટાઈન હેઠળ સમય વિતાવી રહી છે.

 

આ પણ વાંચો: ઓમાનમાં T20 World Cup મેચના પ્રારંભ સાથે ઈતિહાસ રચાશે, આયોજનનો મોકો મળતા ગદગદ થયો દેશ

Next Article