ઓમાનમાં T20 World Cup મેચના પ્રારંભ સાથે ઈતિહાસ રચાશે, આયોજનનો મોકો મળતા ગદગદ થયો દેશ

ઓમાન અને UAE બંને વિશ્વકપ આયોજીત કરનારા પ્રથમ સહયોગી દેશ બનશે. વિશ્વકપના આયોજન સ્થળ તરીકેનું સન્માન બંને દેશોના નામે નોંધાવાની તક મળી છે.

ઓમાનમાં T20 World Cup મેચના પ્રારંભ સાથે ઈતિહાસ રચાશે, આયોજનનો મોકો મળતા ગદગદ થયો દેશ
Oman Cricket Ground
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 8:37 PM

ઓમાન (Oman) માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર માસ સોનેરી દિવસોથી ભરેલ હશે. T20 વિશ્વકપ (World Cup)ની કેટલીક મેચો ઓમાનને પોતાની ધરતી પર રમાડવાનો અવસર મળશે. આ માટે ઓમાનમાં આગામી ત્રણ માસ દરમ્યાન વિશ્વકપની મેચોને લઈને તેયારીઓ કરાશે. BCCI T20 વિશ્વકપનું આયોજક છે, જેના આયોજન હેઠળ ઓમાન અને UAEમાં 17 ઓક્ટોબરથી T20 વિશ્વકપ રમાશે.

ઓમાન અને UAE બંને વિશ્વકપ આયોજીત કરનારા પ્રથમ સહયોગી દેશ બનશે. વિશ્વકપના આયોજન સ્થળ તરીકેનું સન્માન બંને દેશોના નામે નોંધાવાની તક મળી છે. સંયુક્ત આરબ અમિરાત (UAE) અને ઓમાન બંને દેશો સંયુક્ત રીતે વિશ્વકપની મેચોના આયોજન કરી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઓમાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પંકજ ખીમજી (Pankaj Khimji) અનુસાર આકરી મહેનત હવે શરુ થઈ રહી છે. ઓમાનની ટીમ મોટી મોટી સામે મેદાને ઉતરશે. જેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી ટીમો સામેલ છે. આ ટીમોએ લીગ સ્ટેજમાં પહોંચવા માટે ક્વોલીફાયર્સ મેચ રમવી પડશે. T20 વિશ્વકપની મેચો બંને દેશોના ચાર મેદાનો પર રમાનારી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ખીમજીએ કહ્યું હતુ નિશ્વિતરુપે અમારા માટે મહાન દિવસ છે. હકીકતમાં જ ઓમાનમાં ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ICC તરફથી અધિકારીક રુપે સંદેશો આવ્યો છે. અમે ખૂબ ખૂશ છીએ કે હવે અમે આ પ્રકારની હાઈ પ્રોફાઈલ ઈવેન્ટને અહીં સુધી લાવી શક્યા છીએ. આગળ કહ્યું મને લાગે છે કે તે સાચુ છે કે ઓમાન અને UAE બંને માટે એક ઈતિહાસ બનાવનારો અવસર છે. આ પ્રથમવાર છે કે કોઈ સહયોગી સ્તરના ક્રિકેટ દેશને વિશ્વકપ આયોજીત કરવાનો મોકો આપવામાં આવ્યો છે.

ઓમાન ઉમળકા થી કરશે સ્વાગત

તેમણે આગળ કહ્યું હતુ કે હવે અસલી અને આકરી મહેનત શરુ થઈ રહી છે. અમે આઈસીસીને મળ્યા અને તેમની માંગોની એક યાદી છે. જોકે હવે અમને BCCIને મળવાની જરુર છે, કારણ કે જાણી લઈએ કે તેમની જરુરીયાતો શું છે. અમે BCCI અને આઈસીસીની જરુરીયાતોને પુરી કરવા માટે કોઈ કસર નહીં છોડીએ. ઓમાન નિશ્વિતરુપથી ઓક્ટોબરમાં તમામ ટીમો, અધિકારીઓ અને મીડિયાનો ઉત્સાહ પૂર્વક સ્વાગત કરશે.

આ પણ વાંચો: IND VS SL: હાર્દિક પંડ્યાએ 10 વર્ષ પહેલા કરેલી ફટકાબાજીનો વીડિયો થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">