Australia Squad for WTC Final: ઓસ્ટ્રેલિયાએ 17 ખેલાડીઓની સ્ક્વોડનુ કર્યુ એલાન, ડેવિડ વોર્નરને લઈ મોટો સમાચાર
Australia Squad for WTC Final and Ashes: આગામી 7મી જૂનથી લંડનના કિંગ્સટન ઓવલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. ત્યારબાદ 16 જૂનથી એશેઝ સિરીઝ શરુ થનારી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC Final લંડનમાં રમાનારી છે. આ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમને લઈ મોટી જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ સ્ક્વોડનુ એલાન કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરુઆત 7મી જૂનથી થનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કિંગ્સટન ઓવલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. આ માટે ઓસ્ટ્રેલિયાએ 17 ખેલા઼ીઓની પસંદગી કરી છે. ઓસ્ટ્રેલિયન ટીમનુ સુકાન પેટ કમિન્સ સંભાળશે. સ્ક્વોડના એલાન સાથે જ ડેવિડ વોર્નરને માટે પણ મોટા સમાચાર આવ્યા છે.
ડેવિડ વોર્નર છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં નહોતો. જેને લઈ ટીમમાંથી તેના પડતા મુકાવવાની સંભાવનાઓ વર્તાઈ રહી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની પસંદગી કરવાામાં વોર્નર પર મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વોર્નર ટીમના સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. જ્યાં ફાઈનલ બાદ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મહત્વની ટેસ્ટ શ્રેણી રમાશે. એશિઝ સિરીઝ 16 જૂનથી શરુ થશે અને આ વખતે યજમાની ઈંગ્લેન્ડ કરશે.
Your 17-strong squad ready for a massive few months abroad 💪 pic.twitter.com/yjrSdG9kyn
— Cricket Australia (@CricketAus) April 19, 2023
સ્ક્વોડનુ એલાન, વોર્નરને મળ્યુ સ્થાન
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન અને એશિઝ સિરીઝ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ પસંદ કરી છે. ટીમમાં ડેવિડ વોર્નરને સ્થાન મળ્યુ છે. તે છેલ્લા કેટલાક સમયથી ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, આ દરમિયાન તેને ટીમમાં વોર્નરનો સમાવેશ કરાયો છે. આમ વોર્નરને પસંદ કરીને ભરોસો જાળવી રાખ્યો છે આમ તે ઉસ્માન ખ્વાજા સાથે ટીમના માટે ઓપનિંગ કરશે. આ સિવાય મેટ રેનશો અને માર્કસ હેરિસને પણ સ્ક્વોડમાં સ્થાન મળ્યુ છે.
View this post on Instagram
WTC Final અને Ashes માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન), એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, સ્કોટ બોલેન્ડ, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ટોડ મર્ફી, મેટ રેનશો. , મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર
આ પણ વાંચોઃ IPL 2023: અંતિમ ઓવરના દબાણ વચ્ચે અર્જુન તેંડુલકરનો જબરદસ્ત યોર્કર, બીજી મેચમાં જ રચ્યો ઈતિહાસ!
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…