IPL 2023: અંતિમ ઓવરના દબાણ વચ્ચે અર્જુન તેંડુલકરનો જબરદસ્ત યોર્કર, બીજી મેચમાં જ રચ્યો ઈતિહાસ!
SRH vs MI: સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મંગળવારે મેચ રમાઈ હતી. અંતિમ ઓવરમાં 20 રન બચાવવાની જવાબદારી અર્જુન તેંડુલકરની હતી. જે તેણે સફળતાથી પાર પાડી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે IPL 2023 ની મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ હૈદરાબાદને હરાવીને સળંગ ત્રીજી જીત સિઝનમાં નોંધાવી હતી. મુંબઈએ આપેલા લક્ષ્યનો પિછો કરતા હૈદરાબાદે લક્ષ્યને નજીક પહોંચવા પ્રયાસ કર્યો હતો, પરંતુ જીત મેળવી શકાઈ નહોતી. અંતિમ ઓવરમાં 20 રન બચાવવાનો મુંબઈ ઈન્ડિયન્સને પડકાર હતો. આ દરમિયાન મુંબઈના સુકાની રોહિત શર્માએ અર્જુન તેંડુલકરને બોલ હાથમાં આપ્યો હતો. અર્જુન પાસે હવે અંતિમ ઓવરમાં લક્ષ્ય બચાવી રાખીને જીત અપવવાની જવાબદારી હતી, જેને તેણે પાર પાડી હતી.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 193 રનનુ લક્ષ્ય હૈદરાબાદ સામે રાખ્યુ હતુ. પરંતુ હૈદરાબાદની ટીમ પોતાના જ હોમગ્રાઉન્ડ પર અંતિમ ઓવરમાં 178 રનનો સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. અંતિમ ઓવરમાં અર્જુને ટીમનુ લક્ષ્ય બચાવવાની જવાબદારી નિભાવી હતી. તેણે અંતિમ ઓવરમાં માત્ર 5 જ રન ગુમાવ્યા હતા. તેની બોલિંગ શાનદાર રહી હતી અને તેણે સૌને પ્રભાવિત કર્યા હતા.
અંતિમ ઓવર આમ રહી હતી
-
- ડાબોડી ફાસ્ટ બોલર અર્જુને અંતિમ ઓવરના પ્રથમ બોલ શાનદાર યોર્કર ફેંક્યો હતો.
- તેણે બીજા બોલમાં વાઈડ યોર્કર પણ ફેંક્યો જેના પર અબ્દુલ સમદ રનઆઉટ થયો.
- ત્રીજો બોલ વાઈડ ફેંક્યો. ત્યારબાદ તેણે આગળનો બોલ પણ ફેંક્યો. તે માત્ર યોર્કર બોલિંગ કરતો હતો અને તેના યોર્કર્સ સીધા જતા હતા.
- ચોથા બોલ પર પણ તેણે આવું જ કર્યું.
- પાંચમા બોલ પર તેણે ભુવનેશ્વર કુમારને આઉટ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.
The first Tendulkar to take a #TATAIPL wicket – Arjun 😄#SRHvMI #IPLonJioCinema #IPL2023 | @mipaltan pic.twitter.com/QDq2vkp8L6
— JioCinema (@JioCinema) April 18, 2023
લક્ષ્ય બચાવતા અંતિમ ઓવર ફેંકવી સરળ નથી. આ છેલ્લી ઓવરમાં ઘણું દબાણ છે. પરંતુ અર્જુને અંતિમ ઓવરના દબાણને સારી રીતે સંભાળ્યું અને ચોક્કસ લાઇન લેન્થ સાથે બોલિંગ કરી. તેણે દરેક બોલને યોર્કર નાંખવાનો પ્રયાસ કર્યો, જેમાં તે સફળ પણ રહ્યો.
જે કામ સચિન ના કરી શક્યો, એ પુત્રએ કર્યુ
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે IPL ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જોકે તે ડેબ્યૂ મેચમાં વિકેટ ઝડપી શક્યો નહોતો. તેણે બે ઓવર ફેંકવા બાદ 17 રન ઝડપ્યા હતા. પરંતુ હૈદરાબાદ સામેની મેચમાં અર્જુન તેંડુલકર વિકેટ ઝડપવમાં સફળ રહ્યો હતો. આ સાથે જ તેણે તેના પિતા સચિનને પાછળ છોડી દીધા હતા. સચિન તેંડુલકર 2008 થી 2013 સુધીની IPL સિઝનમાં રમ્યા હતા. જેમાં તેઓએ બોલિંગ પણ કરી હતી. જોકે આ દરમિયાન સચિન એક પણ વિકેટ ઝડપવામાં સફળ રહી શક્યો નહોતો. પરંતુ તેના પુત્રએ બીજી મેચમાં જ વિકેટ ઝડપી હતી. આમ જે કામ સચિન છ સિઝન રમીને ના કરી શક્યો એ કામ અર્જુન માત્ર 2 મેચ રમીને કરી શક્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યુવતીએ ધૂરંધર ખેલાડીને કહ્યુ- I Love You ! વાયરલ થયો Video
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…