AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records : WTC Finalમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની નજર પોતાના જ કોચનો રેકોર્ડ તોડવા પર

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતના બે સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા પાસે કોચ રાહુલ દ્રવિડના રેકોર્ડ તોડવાની તક છે, જો બંને ખેલાડીઓ ઓવલ ખાતે સદી મારવામાં સફળ રહેશે તો ચોક્કસથી દ્રવિડનો રેકોર્ડ તોડી દેશે.

Cricket Records : WTC Finalમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની નજર પોતાના જ કોચનો રેકોર્ડ તોડવા પર
Kohli Pujara Dravid agaist Australia
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 1:33 PM
Share

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ શરૂ થશે અને તેની સાથે રેકોર્ડ બનાવવા અને તોડવાની પ્રક્રિયા પણ શરૂ થશે. આ મેચમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા પણ કંઈક આવું જ કરતો જોવા મળશે. વાસ્તવમાં આ બંને ખેલાડીઓની નજર પોતાની ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડવા પર હશે.

હવે તમે વિચારી રહ્યા હશો કે એ કયો રેકોર્ડ છે, જેને અમે તોડવાની વાત કરી રહ્યા છીએ. તો આ રેકોર્ડ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટના આંકડા સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓમાં સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પછી રાહુલ દ્રવિડ ત્રીજા નંબર પર છે.

WTC final 2023 Virat Kohli and Cheteshwar Pujara eyes on Coach Rahul Dravid record agaist Australia

Rahul Dravid agaist Australia

દ્રવિડના ઓસ્ટ્રેલિયા સામે 2143 રન

પરંતુ, હવે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી બંને પાસે WTCની ફાઇનલમાં રાહુલ દ્રવિડને પાછળ છોડવાની તક છે. સૌથી પહેલા તો ચાલો જાણીએ કે રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં કેટલા રન બનાવ્યા? દ્રવિડે કાંગારૂ ટીમ સામે 32 ટેસ્ટની 60 ઇનિંગ્સમાં 2143 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે.

પૂજારાનો ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં ચેતેશ્વર પૂજારા ચોથા નંબર પર છે. તેણે અત્યાર સુધી 24 ટેસ્ટની 43 ઇનિંગ્સમાં 2033 રન બનાવ્યા છે. મતલબ, જો રાહુલ દ્રવિડને પાછળ છોડવો હોય તો પૂજારાને WTC ફાઈનલની બંને ઇનિંગ્સમાં મળીને કુલ 110 રન બનાવવા પડશે.

આ પણ વાંચોઃ Asia Cup Controversy: શ્રીલંકાએ ભારતનું સમર્થન કરતાં પાકિસ્તાનને લાગ્યા મરચાં, ODI શ્રેણી કરી રદ્દ

કોહલીની નજર દ્રવિડના રેકોર્ડ પર

તો બીજી તરફ વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 24 ટેસ્ટની 42 ઈનિંગ્સ બાદ 1979 રન છે અને તે 5માં નંબર પર છે. હાલમાં વિરાટ પૂજારાથી 54 રન દૂર છે અને કોહલીએ દ્રવિડનો રેકોર્ડ તોડવા માટે WTC ફાઇનલમાં બંને ઇનિંગ્સમાં કુલ 164 રન બનાવવા પડશે.

WTC final 2023 Virat Kohli and Cheteshwar Pujara eyes on Coach Rahul Dravid record agaist Australia

Kohli-Pujara against Australia

શું વિરાટ-પૂજારા દ્રવિડનો રેકોર્ડ તોડી શકશે?

હવે સવાલ એ છે કે શું વિરાટ અને પૂજારા આ કરી શકશે. તો આ માટે ઓવલમાં તેના આંકડા કેવા રહ્યા છે તે જોવાનું રહેશે. ઓવલમાં વિરાટ કોહલીએ 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 28.16ની એવરેજથી 169 રન બનાવ્યા છે. બીજી તરફ, ચેતેશ્વર પૂજારાએ 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 19.50ની એવરેજથી માત્ર 117 રન બનાવ્યા છે. મતલબ કે આ બંને WTC ફાઇનલમાં 2 ઇનિંગ્સમાં દ્રવિડનો રેકોર્ડ તોડી શકશે, તે કહેવું થોડું મુશ્કેલ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">