IPL વચ્ચે WTC Final માટે ટીમ ઈન્ડિયા લંડન જવા રવાના થશે, રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે અલગ પ્લાન?
WTC Final 2023, IND vs AUS: 7 જૂનથી લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલમાં IPL 2023 માં વ્યસ્ત છે.
IPL 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. લીગ મેચનો તબક્કો રવિવારે સમાપ્ત થશે. જ્યારે મંગળવારથી પ્લેઓફની શરુઆત થશે. જ્યારે ફાઈનલ મેચ આગામી રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ તબક્કાવાર લંડન જવા માટે રવાના થશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમ લંડન જશે. આ તરફ IPL ટૂર્નામેન્ટ રમાઈ રહી હોઈ, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર તેમાં વ્યસ્ત છે. આવી સ્થિતીમાં તબક્કાવાર ખેલાડીઓને લંડન મોકલવામાં આવશે એવા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાનમાં WTC Final મેચ 7 જૂનથી શરુ થનારી છે. 12 જૂન સુધીની ફાઈનલ મેચને લઈ ખેલાડીઓ અત્યારથી જ લંડન પહોંચશે અને જ્યાં ફાઈનલ મેચ પહેલાની તૈયારીઓ શરુ કરી દેશે.
3 ગ્રુપમાં ટીમ ઈન્ડિયા લંડન પહોંચશે
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે પસંદ કરવામાં આવેલ સ્ક્વોડને તબક્કાવાર BCCI લંડન રવાના કરનાર હોવાનુ મીડિયા રિપોર્ટ્સ સુત્રોના હવાલાથી આવી રહ્યા છે. જે મુજબ પ્રથમ ગ્રુપ મંગળવાર એટલે કે 23 મેના રોજ લંડન માટે રવાના થશે. આ ગ્રુપમાં એ ખેલાડીઓને સામેલ રાખવામાં આવશે, જે ખેલાડીઓ IPL 2023 માં પ્લેઓફમાં નથી રમી રહ્યા. જે ખેલાડીઓ પ્લેઓફની શરુઆત થવાના દિવસે જ લંડન જવા માટે રવાન થઈ જશે.
બીજુ ગ્રુપ પ્લેઓફ બાદ તુરત જ ફ્લાઈટ પકડશે. આ ગ્રુપમાં એ ખેલાડીઓ સામેલ હશે, જે ભારતીય ક્રિકેટર ફાઈનલ મેચમાં રમી રહ્યા નથી અને તેઓ આઈપીએલ સિઝનની વ્યસ્તતાથી મુક્ત થયા છે. જ્યારે અંતિમ ગ્રુપ 30 મેના રોજ ઈંગ્લેન્ડની ફ્લાઈટમાં રવાના થશે. 28 મેના રોજ અમદાવાદમાં રમાનારી ફાઈનલ મેચ સમાપ્ત થયા બાદ સ્કવોડના પસંદ થયેલા ખેલાડીઓ લંડન જશે.
રોહિત અને વિરાટ કોહલી માટે અલગ પ્લાન
સ્ટાર ખેલાડીઓ પ્લેઓફમાં વ્યસ્ત રહી શકે છે. જેમકે રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓ પ્લેઓફ માટે વ્યસ્ત રહી શકે છે. જોકે રોહિત શર્મા અથવા વિરાટ કોહલી બેમાંથી એક રવિવારે જ આઈપીએલની વ્યસ્તતાથી બહાર થઈ શકે છે. રવિવારે રાત્રે આ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. આવામાં રોહિત શર્મા કે વિરાટ કોહલી બીજા અને પ્રથમ ગ્રુપ સાથે લંડન રવાના થઈ શકે છે. જોકે આ બંને ખેલાડીઓના લંડન રવાના થવા અંગેનો પ્લાન BCCI માટે અલગ હોઈ શકે છે કે, બંને સિઝન બાદ તુરત આરામ પર 2 દિવસ રોકાઈને નિકળે તો, બીજા અથવા ત્રીજા ગ્રુપ સાથે રવાના થઈ શકે છે. જોકે બંને સાથે રવાના પણ થઈ શકે છે.
ભારતીય ટીમના ખેલાડીઓ ફાઈનલ પહેલા લંડન પહોંચીને પ્રેક્ટીશ કરશે. જ્યાં એક પ્રેક્ટિશ મેચનુ પણ આયોજન થઈ શકે છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચિત થઈ રહી છે. આઈપીએલમાં વ્હાઈટ બોલથી સતત 2 માસથી રમી રહેલા ખેલાડીઓને રેડ બોલ પ્રેક્ટિશ મેચ મહત્વની સાબિત થઈ શકે છે.