WTC Final : શુભમન ગિલની વિકેટ બાદ હંગામો, ભારતીય ચાહકોએ કેમરૂન ગ્રીનને ચોર ગણાવ્યો, જુઓ Video
ભારતીય ટીમની બીજી ઈનિંગ દરમિયાન શુભમન ગિલની વિકેટને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન વિરુદ્ધ સ્ટેડિયમમાં હાજર ભારતીય ફેન્સે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાને રમતના પાંચમા દિવસે જીતવા માટે 280 રનની જરૂર છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની જોડી ક્રિઝ પર હાજર છે અને બંને ખૂબ જ સકારાત્મક વિચાર સાથે બેટિંગ કરી રહ્યા છે. જો કે, આ રોમાંચક ટેસ્ટ દરમિયાન એક વિવાદ પણ થયો હતો. આ વિવાદ શુભમન ગિલની વિકેટને લઈને થયો હતો, જેનો કેચ કેમરોન ગ્રીને પકડ્યો હતો. શુભમન ગિલ જ્યારે પેવેલિયનમાં પરત ફર્યો ત્યારે ફેન્સ દ્વારા ગ્રીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
કેનિંગ્ટન ઓવલના મેદાન પર ભારતીય ચાહકોએ કેમરૂન ગ્રીનને ચોર કહ્યો હતો. શુભમન ગિલની વિકેટ પડ્યા બાદ ભારતીય ચાહકો એટલા ગુસ્સામાં આવી ગયા કે તેઓએ કેમરૂન ગ્રીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્ટેડિયમમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે કેમરૂન ગ્રીન ચોર છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
That Cameron Green catch!#WTC23 | #AUSvIND pic.twitter.com/bL4IwCC8d6
— ICC (@ICC) June 11, 2023
કેમરૂન ગ્રીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પાછળનું કારણ
શુભમન ગિલના કેચને કારણે કેમરૂન ગ્રીન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. ગ્રીને સ્કોટ બોલેન્ડના બોલ પર સ્લિપમાં શુભમન ગિલનો કેચ પકડ્યો હતો. આ કેચ શાનદાર હતો પરંતુ તે સંપૂર્ણ રીતે સાફ પણ નહોતો. એટલા માટે મેદાન પરના અમ્પાયરોએ નિર્ણય થર્ડ અમ્પાયરને સોંપ્યો હતો. થર્ડ અમ્પાયરે લાંબા સમય સુધી રિપ્લે જોયો. રિપ્લેમાં એવું લાગી રહ્યું હતું કે બોલ ચોક્કસપણે ગ્રીનની આંગળીઓમાં છે પરંતુ તેનો કેટલોક ભાગ જમીન પર પણ અથડાઈ ગયો હતો. જો કે તેમ છતાં અમ્પાયરે ગિલને આઉટ આપ્યો હતો.
ક્રિકેટમાં એવો નિયમ છે કે જો બેટ્સમેનને આઉટ કરવાનો પુરો પુરાવો ન હોય અથવા જો તેનામાં સહેજ પણ શંકા હોય તો નિર્ણય બેટ્સમેનની તરફેણમાં જાય છે. પરંતુ થર્ડ અમ્પાયર રિચર્ડ કેટરબ્રાએ ગિલને આઉટ આપ્યો હતો. આ પછી જ ભરતી ફેન્સનો ગુસ્સો ગ્રીન પર બહાર આવવા લાગ્યો.
Gali Gali me Shor hai Cameron Green Chor Hai pic.twitter.com/EPab5DwSIk
— Rudranshzzz ❁ (@RudranshPathak7) June 10, 2023
ટીમ ઈન્ડિયા પાસે હજી પણ જીતની રેસમાં
શુભમન ગિલના નિર્ણયથી ચાહકો ઘણા નિરાશ થઈ શકે છે, પરંતુ અત્યારે તેમની આશા ટીમ ઈન્ડિયા પર ટકેલી છે. ભારતે રમતના બીજા દિવસે 3 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. પહેલા રોહિત શર્માએ 43 રનની ઇનિંગ રમી અને ત્યાર બાદ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ઝડપી રન બનાવ્યા હતા. ભારતે ઓવર દીઠ 4 રન કરતાં વધુ ઝડપી રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાની બેટિંગથી સ્પષ્ટ છે કે આ ટીમ ડ્રો માટે નહીં પરંતુ જીત માટે રમી રહી છે. પછી ભલેને આ જીતના પ્રયાસમાં તેમને હારનો સામનો કરવો પડે. પરંતુ જ્યાં સુધી વિરાટ-રહાણે ક્રિઝ પર છે અને જાડેજા અને શાર્દુલની વિકેટો બાકી છે ત્યાં સુધી તમે ટીમ ઈન્ડિયાને મેચમાંથી બહાર ન માની શકાય.