AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: કોચ દ્રવિડનો 6 કલાકનો ખાસ પ્રેક્ટિસ સેશન, ટીમ ઈન્ડિયાએ કેમેરા પર લગાવ્યો પ્રતિબંધ

ભારતીય ટીમ 4 જૂનથી ઓવલમાં પ્રેક્ટિસ કરશે. અગાઉ ટીમે લંડનથી 3 કલાક દૂર આવેલા નાનકડા શહેર અરુન્ડેલમાં પ્રેક્ટિસ કરી હતી. છેલ્લા દિવસે ટીમની પ્રેક્ટિસ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી.

WTC Final: કોચ દ્રવિડનો 6 કલાકનો ખાસ પ્રેક્ટિસ સેશન, ટીમ ઈન્ડિયાએ કેમેરા પર લગાવ્યો પ્રતિબંધ
Rohit Sharma in Training section
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:33 PM
Share

ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તૈયારીમાં વ્યસ્ત છે. IPL પૂરી થયાના તુરંત બાદ જ ભારતીય ટીમ ફાઈનલ માટે લંડન પહોંચી ગઈ હતી, ત્યારબાદ ટીમે લંડનથી 3 કલાક દૂર અરુન્ડેલ ખાતે પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ 25 મેના રોજ જ અહીં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ બાકીના ખેલાડીઓ પણ અહીં ટીમ સાથે જોડાયા હતા.

વાસ્તવમાં ટીમ ઓવલમાં પ્રેક્ટિસ કરવા માંગતી હતી, પરંતુ ઓવલમાં પિચ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે ટીમે 2 જૂન સુધી અરુન્ડેલમાં પ્રેક્ટિસ કરી અને પછી લંડન જવા રવાના થઈ હતી. ભારતીય ટીમ 4 થી 6 જૂન સુધી ઓવલમાં પ્રેક્ટિસ કરશે. આ પછી, રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 7 જૂનથી WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ટેસ્ટ મેચ રમવા ઉતરશે.

6 કલાક પ્રેક્ટિસ કરી

લંડન જતા પહેલા અરુન્ડેલમાં ભારતીય ટીમની છેલ્લી પ્રેક્ટિસ ઘણી મહત્વની હતી. ટીમે લગભગ 6 કલાક પ્રેક્ટિસ કરી હતી. ફાઈનલ માટે 6 કલાકની આ પ્રેક્ટિસ એટલી મહત્વની હતી કે મીડિયાને પણ અંદર જવા દેવામાં આવ્યું ન હતું. પત્રકાર વિમલ કુમારના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાએ ગુપ્ત રીતે ફાઈનલ મેચને લઈ તૈયારીઓ કરી હતી.

આ પણ વાંચોઃ Odisha Train Accident: વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન અકસ્માત પર કરી ઈમોશનલ પોસ્ટ, ગંભીરે પણ દુઃખ વ્યકત કર્યું

દ્રવિડની સ્ટ્રેટેજી ટેસ્ટ

આ પ્રેક્ટિસ એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે મીડિયાને પણ તેને જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એક શોટ કે ક્લિક લેવાની પણ પરવાનગી ન હતી. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈને એક ખાસ રણનીતિ બનાવી હતી અને તે આ રણનીતિને ચકાસવા ઈચ્છતા હતા. આ ટ્રેનિંગ સેશનમાં WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેની એક ઝલક પણ તૈયારીમાં જોવા મળી હતી.

બીજી તરફ IPLની આખી સિઝન દરમિયાન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો રોહિત શર્મા નેટ્સમાં અલગ લયમાં જોવા મળ્યો હતો. રોહિત , વિરાટ, અશ્વિન સહિતના ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફાઈનલમાં વળતો પ્રહાર કરવાની તૈયારીમાં દેખાવા લાગ્યા છે. ફાઈનલ પહેલા ખેલાડીઓ ઓવલમાં પ્રેક્ટિસ કરશે અને 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલની જંગ શરૂ થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">