AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: રોહિત શર્મા-વિરાટ કોહલીની બસમાં સફર અને ચેતેશ્વર પુજારાને સ્પેશિયલ કાર, ઈંગ્લેંડમાં જબરદસ્ત રુઆબ! Video

IND VS AUS:વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7મી જૂનથી શરુ થઈ રહી છે. લંડનના ધ ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ટક્કર થનારી છે. આ માટે ભારતીય ટીમ હાલમાં ખૂબ જ તૈયારીઓ કરી રહી છે.

WTC Final: રોહિત શર્મા-વિરાટ કોહલીની બસમાં સફર અને ચેતેશ્વર પુજારાને સ્પેશિયલ કાર, ઈંગ્લેંડમાં જબરદસ્ત રુઆબ! Video
Cheteshwar Pujara ને મળી રહી છે ખાસ સુવિધા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 3:46 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેડ બોલ ટક્કર 7મી જૂનથી જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં રમાનારી ફાઈનલને લઈ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ અરુન્ડેલમાં પ્રેક્ટિશ કરી રહી છે. ભારતીય ટીમ વિશેષ બસ દ્વારા પ્રેક્ટિશ માટે આવે છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા સૌ કોઈ બસનો પ્રવાસ કરીને પ્રેક્ટિશ સ્થળ પર પહોંચે છે. જ્યારે ભારતીય ટેસ્ટ સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારા પ્રેક્ટિશ માટે ચમચમાતી કારમાં આવે છે. પુજારાનો રુઆબ આજકાલ ખૂબ જ ચર્ચામાં બન્યો છે. ઈંગ્લેંડમાં તેની કારની સફરની ચર્ચા ભારતમાં વધારે થવા લાગી છે.

આમ તો ચેતેશ્વર પુજારા જેટલો દેખાવે શાંત જોવા મળે છે એટલો જ સરળ અને સાદગી ભરી લાઈફ સ્ટાઈલ ધરાવે છે. પરંતુ હાલમાં તે ઈંગ્લેન્ડમાં રુઆબ ભેર ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિશ સેશન દરમિયાન આવન-જાવન કરી રહ્યો છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ટીમ બસમાં સફર કરે છે, તો પુજારા વિશેષ કારથી પ્રેક્ટિશ કરવા માટે પહોંચે છે. સૌને સવાલ એ વાતનો થવા લાગ્યો છે કે, ટીમના અન્ય ખેલાડીઓ કરતા પુજારાને કેમ ખાસ સુવિધા મળી રહી છે.

આ પણ વાંચોઃ  IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!

આ કારણથી પુજારા ચમચમાતી કારમાં આવે છે

તમારા સવાલનો જવાબ અહીં બતાવીશું. સૌરાષ્ટ્રથી આવતા અને ભારતીય ટેસ્ટ ટીમના મહત્વના ખેલાડી ચેતેશ્વર પુજારા ઈંગ્લેંડની કાઉન્ટી ક્રિકેટ સાથે પણ જોડાયેલો છે. પુજારા સસેક્સ ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. પુજારાનો આ માટે સસેક્સ કાઉન્ટી સાથે કરાર કરેલ છે અને જેના અનુસંધાને તેમના તરફથી રહેવા ઘર અને ફરવા કારની સુવિધા આપવામાં આવેલી છે. આમ ચેતેશ્વર પુજારા સસેક્સ કાઉન્ટી તરફથી અપાયેલી કારને લઈ ટ્રાવેલ કરી પ્રેક્ટિશ સેશનમાં સામેલ થઈ રહ્યો છે. જ્યારે અન્ય ખેલાડીઓ ટીમ બસમાં આવતા હોય છે.

રવિન્દ્ર જાડેજાએ પણ કરી મજાક

ચમચમાતી કાર લઈને સેલ્ફ ડ્રાઈવ આવતા જતા જોઈને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મજાક મસ્તી કરી હતી. જાડેજા અને પુજારા વચ્ચે થોડીકવાર બંને વચ્ચે વાતચીત થઈ હતી.

આ પણ વાંચોઃ  Dhoni એ ચાહકનો દિવસ બનાવી દીધો! ટ્રાફિક સિગ્નલ પર ફેનની માંગ પર કરી દીધુ આ કામ-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">