WPL 2023 માં ગુજરાત જાયન્ટ્સે વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોરે 8 વિકેટે ગુજરાત સામે જીત મેળવી હતી. બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતે લૌરા અને એશ્લે ગાર્ડનરની રમત વડે 188 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. પરંતુ બેંગ્લોરની ટીમે શરુઆત ધમાકેદાર કરી હતી. જેને લઈ ગુજરાતની ટીમના બોલરો શરુઆતથી જ પરેશાન થઈ ગયા હતા. સોફી ડિવાઈને એક એક બોલરની ધુલાઈ કરીને રનનુ વાવોઝોડુ સર્જી દીધુ હતુ. સોફી એક રનથી સદી ચૂકી હતી.
બેંગ્લોરની શરુઆત તોફાની હતી. સોફી ડિવાઈનની રમતે જબરદસ્ત માહોલ બનાવી દીધો હતો. ચોગ્ગા અને છગ્ગાની આતશબાજી કરીને તેણે મેચને એક તરફી બેટિંગ ઈનીંગની શરુઆતથી જ બનાવી દીધી હતી. ગુજરાત જાયન્ટ્સ ટીમે મોટો પડકાર રચ્યો હોવા છતાં તેને સોફીએ આસાન બનાવી દીધો હતો. જોકે કિમ ગાર્થના બોલ પર તે આઉટ થઈ હતી. મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સદી નોંધાવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. એ સમયે જ તે વિકેટ ગુમાવી પરત ફરી હતી.
ઓપનર જોડીના રુપમાં સોફી ડિવાઈન અને સ્મૃતિ મંધાના આવી હતી. બંનેએ શરુઆત જબરદસ્ત કરી હતી. 125 રનની પાર્ટનરશિપ 56 બોલમાં નોંધાવી હતી. બંનેની ભાગીદારી રમતે જ મેચને એક તરફી બનાવી હતી. જોકે આ માટે સૌથી મોટી ભૂમિકા સોફી ડિવાઈનની રહી હતી. તે લીગની પ્રથમ સદી ચુકી હતી. ડિવાઈને 36 બોલમાં 99 રનની તોફાની ઈનીંગ રમી રનનુ વાવોઝોડુ સર્જી દીધુ હતુ. ડિવાઈને 8 છગ્ગા અને 9 ચોગ્ગા જમાવતા આતશી રમત રમી હતી. તે 12મી ઓવરમાં કિમ ગાર્થનો શિકાર બની હતી. તેનો કેચ સિધો જ અશ્વિની કુમારીના હાથમાં ગયો હતો અને એક રનથી સદી ચુકી ગઈ હતી.
કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 31 બોલમાં 37 રન નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. મંધાનાએ સોફીને સારો સાથ પૂરાવતા બંનેએ લક્ષ્યને આસાન બનાવ્યુ હતુ. ગુજરાત જાયન્ટ્સ દ્વારા પડકાર આસાન નહોતો અપાયો પરંતુ, બંનેની રમતે તેને સરળ બનાવી દીધો હતો. એલિસ પેરી અને હેથર નાઈટે જીત માટેની ઔપચારીકતા પુરી કરી હતી.