ટી-20 મહિલા વર્લ્ડ કપની રોમાંચક મેચ વચ્ચે ભારતમાં હાલમાં મહિલા પ્રીમિયર લીગને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન શરુ થશે. ટૂર્નામેન્ટના 3 અઠવાડિયા પહેલા જ આજે લીગ માટે ખેલાડીઓની હરાજી થશે. આઈપીએલમાં ખેલાડીઓની હરાજીને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, તેવો જ ઉત્સાહ મહિલા પ્રીમિયર લીગની આ પ્રથમ ઐતિહાસિક હરાજી માટે જોવા મળશે તેવી બીસીસીઆઈને આશા છે. ચાલો જાણીએ મહિલા પ્રીમિયર લીગની તમામ માહિતી વિગતવાર.
આ હરાજીમાં મહિલા ખેલાડીઓને ખરીદવામાં આવશે અને આ હરાજીને સારી રીતે ચલાવવા માટે BCCIએ તેની સાથે એક મહિલા ઓક્શનરને જોડી છે. વેબસાઈટ ક્રિકબઝના અહેવાલ મુજબ, મલિકા અડવાણી આ હરાજીમાં ઓક્શનર હશે.મલિકા આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ નામની ફર્મમાં કામ કરે છે. તે સોમવારે યોજાનારી હરાજીમાં એન્કર હશે. અત્યાર સુધી આઈપીએલમાં પુરૂષ હરાજી કરનારા હતા.
Less than 6 hours to go for the first-ever #WPLAuction!
📺📱: @Sports18 & @JioCinema pic.twitter.com/d8t63RGtat
— Women’s CricZone (@WomensCricZone) February 13, 2023
🚨 NEWS 🚨: Women’s Premier League 2023 Player Auction list announced. #WPLAuction
All The Details 🔽 https://t.co/dHfgKymMPN
— Women’s Premier League (WPL) (@wplt20) February 7, 2023
Mumbai 📍 gearing up for the #WPLAuction 🔨
LET’S DO THIS 💪 pic.twitter.com/ISfKwlGiYj
— Women’s Premier League (WPL) (@wplt20) February 12, 2023
Auction Briefing ✅
Over to the Big Day tomorrow ⌛️#WPLAuction pic.twitter.com/g5MLic83mc
— Women’s Premier League (WPL) (@wplt20) February 12, 2023
WPLની હરાજીમાં કુલ 409 મહિલા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓને 1,525ની યાદીમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ હરાજીમાં કુલ 246 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે 163 વિદેશી ખેલાડીઓની પણ હરાજી કરવામાં આવશે. દરેક ટીમને 6 વિદેશી ખેલાડીઓ રાખવાની છૂટ છે. એક ટીમમાં 15 થી 18 ખેલાડીઓ હોઈ શકે છે. આ ટુર્નામેન્ટ 4 માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈના બે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે.
Bidding wars on the cards 👌 ⏳
Who amongst these 🔝 players will fetch the highest bid in the inaugural #WPLAuction 🤔 pic.twitter.com/F4g3oVo6CQ
— Women’s Premier League (WPL) (@wplt20) February 11, 2023
મહિલા પ્રીમિયર લીગના ખેલાડીઓની હરાજી આજે 13 ફેબ્રુઆરીએ બપોરે 2.30 કલાકે યોજાશે. મહિલા લીગની આ પ્રથમ હરાજી હશે. જેનુ આયોજન મુંબઈના જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું છે. વિશ્વભરની મહિલા સ્ટાર ખેલાડીઓના નામ ઓક્શન યાદીમાં જોવા મળશે. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા સહિતની ભારતીય સ્ટાર ખેલાડીઓ સામેલ છે.
All women’s Premier league teams official name.#WIPL2023 #WPLAuction #WPL2023 #WomensIPL #CricketTwitter #Cricket pic.twitter.com/MkofZC1Ouq
— Crictips (@CrictipsIndia) February 10, 2023
મહિલા પ્રીમીયર લીગમાં ટીમ ખરીદવા માટે 5 ટીમોએ બોલી લગાવી હતી. જેનાથી બીસીસીઆઈને 4669.99 રુપિયા મળ્યા હતા.અદાણી ગ્રુપ – 1,289 કરોડ (ગુજરાતની ટીમ), ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ – 912.99 કરોડ ( મુંબઈ ટીમ), આરસીબી ગ્રુપ – 901 કરોડ ( બેંગ્લોર ટીમ), દિલ્હી કેપિટલ ગ્રુપ – 810 કરોડ ( દિલ્હી ટીમ) અને કેપ્રી ગ્લોબલ ગ્રુપ – 757 કરોડ ( લખનઉ ટીમ).
Published On - 9:58 am, Mon, 13 February 23