પુરુષ પહેલા મહિલા ક્રિકેટર્સનું ભાવિ થશે નક્કી, જાણો ફ્રેન્ચાઈઝી, ખેલાડીઓની બેઝ પ્રાઈઝ અને પર્સની સંપૂર્ણ માહિતી
આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર ઓક્શન ભારતની બહાર યોજાવા જઈ રહ્યો છે. તે પહેલા 9 ડિસેમ્બરના રોજ ભારતમાં વુમન્સ પ્રિમિયર લીગવી હરાજી યોજાશે. ચાલો જાણી ખેલાડીઓની બેઝ પ્રાઈઝ, પર્સ અને રિટેન ખેલાડીની લિસ્ટ.

આઈપીએલ 2024ની હરાજી યોજાઈ તેના 10 દિવસ પહેલા વુમેન્સ પ્રીમિયર લીગ માટે હરાજી થશે. મુંબઈમાં 9 ડિસેમ્બરના રોજ 165 મહિલા ક્રિકેટર્સ માટે બોલી લાગશે. આ લિસ્ટમાં 104 ભારતીય, 61 વિદેશ અને 15 એસોસિએટ દેશની મહિલા ખેલાડીઓ હશે. આ હરાજીમાં 56 કેપ્ડ અને 109 અનકેપ્ટ ખેલાડીઓ હશે.
દરેક ટીમમાં વધારેમાં વધારે 30 ખેલાડીઓ હશે. જેમાં વિદેશી ખેલાડીઓ માટે નવ સ્લોટ હશે. જણાવી દઈએ કે 50 લાખ સાથે વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયાની કિમ ગર્થ બેઝ પ્રાઈઝ લિસ્ટમાં ટોપ પર છે.
દરેક ટીમના પર્સમાં ઉપલબ્ધ રકમ
- દિલ્હી કેપિટલ્સ – 2.25 કરોડ
- ગુજરાત જાયન્ટ્સ – 5.95 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ – 2.1 કરોડ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 3.35 કરોડ
- યુપી વોરિયર્સ – 4 કરોડ
WPL 2024 રીટેન્શન લિસ્ટ
ગુજરાત જાયન્ટ્સ : એશ્લે ગાર્ડનર, બેથ મૂની, ડેલાન હેમલતા, હરલીન દેઓલ, એલ વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર.
મુંબઈ ઈન્ડિયન્સ : અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુસ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જીંતિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યાસ્તિકા ભાટિયા.
દિલ્હી કેપિટલ્સ : એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, અલ હેરિસ, મેરિઝાન કેપ, મેગ લેનિંગ, મિન્નુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાનિયા ભાટિયા, તિતાસ સાધુ .
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : આશા શોભના, દિશા કેસેટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન.
યુપી વોરિયર્સ : એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહિલા મેકગ્રા.
આ પણ વાંચોઃ પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો