એલિસા પેરીએ એવો શોટ માર્યો કે કારનો કાચ તુટી ગયો, જુઓ વીડિયો
આરસીબીની એલિસ પેરીએ યુપી વોરિયર્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ દરમિયાન તેમણે એક એવી સિક્સ ફટકારી કે, કારનો કાચ તુટી ગયો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ક્રિકેટ મેચમાં એવું જોવા મળતું હોય છે કે, કોઈ કારને ઈનામ તરીકે રાખવામાં આવી હોય તો ક્યારેક મેન ઓફ ધ સીરિઝ માટે પણ રાખવામાં આવી હોય. આ વખતે પણ વિમેન્સ પ્રીમિયર લીગમાં એક કાર રાખવામાં આવી છે. આ કાર છે ટાટા પંચ. મેચ દરમિયાન આ કારને અનેક વખત દેખાડવામાં આવતી હોય છે પરંતુ એક ખેલાડીએ પોતાના બેટથી એવો શોર્ટ રમ્યો કે, આ કારને નિશાન બનાવ્યું હતુ.
એલિસા પેરીએ તેના એક શોર્ટથી કારને નિશાન બનાવી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ જેમાં આરસીબીની બેટ્સમેન એલિસા પેરીએ તેના એક શોર્ટથી કારને નિશાન બનાવી છે. આ મેચમાં યૂપીની કેપ્ટન એલિસા હિલીએ ટૉસ જીતી પહેલા બેટિંગ પસંદગી કરી હતી. આરસીબીની ટીમે બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવી 198 રનનો સ્કોર બનાવ્યો હતો. પેરીએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 58 રનની ઈનિગ્સ રમી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 80 રન બનાવ્યા હતા.
PERRY DESTROYED THE WINDOW GLASS OF THE CAR. pic.twitter.com/Yq1W8DSrMQ
— Johns. (@CricCrazyJohns) March 4, 2024
કારનો કાચ તુટી ગયો
જ્યારે પેરી મેદાનમાં રમી રહી હતી, ત્યારે સૌ કોઈની નજર તેના પર હતી. પેરીએ આ મેચમાં ઈનામમાં આપવામાં આવનારી કારનો કાચ તોડી નાંખ્યો હતો. આરસીબીએ 19મી ઓવર ચાલું હતુ અને આ ઓવર દિપ્તી શર્મા નાંખી રહી હતી. પાંચમા બોલ પર પેરીએ લોન્ગ ઓન તરફ શોર્ટ રમ્યો. આ શોર્ટ સાઈડમાં ઉભેલી ટાટા પંચની બારી પર લાગ્યો હતો. અને કારનો કાચ તુટી ગયો હતો
આ પણ વાંચો : મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરેથી પૈસા ભરેલી બેગ મળી, જાણો કોણ છે તુષાર અરોઠે