સોમવારે WPL 2023 ની ચોથી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી છે. બંને વચ્ચે મુંબઈમાં બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે. મુંબઈએ પોતાની પ્રથમ મેચ શનિવારે ગુજરાત જાયન્ટ્સ સામે રમી હતી. જેમાં તેણે વિશાળ અંતરથી જીત મેળવી હતી. જ્યારે બેંગ્લોરની ટીમે રવિવારે ડબલ હેડરની પ્રથમ મેચ રમી હતી. બેંગ્લોરનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. હવે બેંગ્લોરની ટીમની ટક્કર આત્મવિશ્વાસથી ભરેલી મુંબઈની ટીમ સામે થનારી છે.
બેંગ્લોરની ટીમનુ સુકાન સ્મૃતિ મંધાના સંભાળી રહી છે. જ્યારે મુંબઈની ટીમનુ સુકાન હરમનપ્રીત કૌર સંભાળી રહી છે. બંને ભારતીય મહિલા ક્રિકેટરો પાક્કી દોસ્ત છે અને બંને એક બીજાને પછાડવા માટે સોમવારે સામનો કરશે. મુંબઈની ટીમે ઓપનિંગ મેચમા ગુજરાત સામે જબરદસ્ત રમત દર્શાવી હતી. પ્રથમ મેચમાં જ ગુજરાત જાયન્ટ્સને 143 રનના વિશાળ અંતરથી હરાવ્યુ હતુ. હવે બેંગ્લોરને પણ આ જ ઈરાદા સાથે પછાડવા માટે હરમનપ્રીતની રણનિતી તૈયાર હશે. જોકે આ મેચમાં શાનદાર રમત જોવા મળી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વુમેન વચ્ચે 6 માર્ચ, સોમવારના રોજ મેચ રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે. જ્યારે ટોસ સાંજે 7.00 વાગ્યે થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વુમન વચ્ચેની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વુમેન વચ્ચેની મેચનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ 18 ચેનલો પર થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વુમન વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ પર થશે. લાઈવ અપડેટ tv9gujarati.com પર વાંચી શકાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, એલિસ પેરી, ડેન વાન નિકર્ક, કોમલ જાંજડ, આશા શોભના, એરિન બર્ન્સ, પ્રીતિ બોઝ, રેણુકા સિંઘ, સોફી ડેવાઇન, હેથર નાઈટ, મેગન શુટ, કનિકા આહુજા, દીક્ષા કસાટ, ઈન્દ્રણી રોય, પૂનમ ખેમનાર, સહના પવાર અને શ્રેયંકા પાટિલ.
મુંબઈ ઈન્ડિયન્સઃ હરમનપ્રીત કૌર, યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, હેલી મેથ્યુઝ, ક્લો ટ્રાયન, નેટ સિવર, ધારા ગુજ્જર, સાઈકા ઈશાક, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમ બિષ્ટ, સી વાંગ, હીથર ગ્રેહામ, જીંતિમણી કલિતા, પૂજા વસ્ત્રાકર, એમેલિયા કર.