World Cup Schedule : શશિ થરૂરના ટ્વિટ પર કેરળ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની તીખી પ્રતિક્રિયા

ભારતના 10 શહેરોની આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપની યજમાની માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે જે શહેરોને યજમાની ન મળી તેમના ક્રિકેટ બોર્ડ આનાથી નિરાશ થયા છે.

World Cup Schedule : શશિ થરૂરના ટ્વિટ પર કેરળ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની તીખી પ્રતિક્રિયા
World Cup Schedule
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 12:08 AM

આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું મંગળવારે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યા બાદ શશી થરૂરે નારાજની વ્યક્ત કરી હતી અને આ અંગે કટાક્ષભર્યુ ટ્વિટ પણ કર્યું હતું. જે અંગે કેરળ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.

મેચની યજમાનીને લઈ નારાજગી

ભારતના 10 શહેરોની આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપની યજમાની માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે જે શહેરોને યજમાની ન મળી તેમના ક્રિકેટ બોર્ડ આનાથી નિરાશ થયા છે. સાથે જ તે શહેરના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરનું નામ પણ સામેલ છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

શશી થરૂરે કર્યું હતું ટ્વિટ

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ અંગે ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તિરુવનંતપુરમનું નામ વર્લ્ડ કપની મેચોની યજમાનીમાં ન હોવાથી દુઃખ થયું છે. દેશના બીજા અનેક ક્રિકેટ સ્ટેડિયમોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અમદાવાદ હવે દેશની નવી ક્રિકેટ રાજધાની બની રહી છે. કેરળને અમુક મેચની યજમાની મળી શકી હોત.

આ પણ વાંચોઃ BCCI ચીફ સિલેક્ટરની રેસમાં અજીત અગરકર સૌથી આગળ, વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પસંદ કરશે!

કેરળ ક્રિકેટ એસોસિએશનની પ્રતિક્રિયા

કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) ના પ્રમુખ જયેશ જ્યોર્જ દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેડિયમમાં વિશાળ ક્ષમતા છે. અમદાવાદ પહેલા તે ઈડન ગાર્ડન્સ હતું જેમાં 60,000-70,000ની ક્ષમતા હતી, તેથી મોટાભાગની મેચો ઈડન ગાર્ડન્સમાં થતી હતી. હવે કારણ કે અમદાવાદ શ્રેષ્ઠ સુવિધા છે અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, ચોક્કસપણે વધુ મેચો ત્યાં જ યોજાશે. શશિ થરૂરના ટ્વિટમાં તથ્યોની કમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">