World Cup 2023: ભારત Vs પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે Villain? આવશે વરસાદ કે સૂર્ય દેવ રહેશે મહેરબાન ? વાંચો આ અહેવાલ
હાલમાં જ એશિયા કપ 2023 માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. બંને દેશો વચ્ચે પ્રથમ મુકાબલો 2 સપ્ટેમ્બરે પલ્લેકેલે ખાતે થયો હતો. જો કે, તે મેચ વરસાદના કારણે હાર જીતના નિર્ણય સુધી પહોંચી શકી ન હતી અને ભારત-પાકિસ્તાને પોઈન્ટ વહેંચવા પડ્યા હતા. એશિયા કપ 2023માં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ક્રિકેટ જોવા મળશે.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમદાવાદમાં (Ahmedabad) રમાશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાવાની છે. ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મેચોની ટિકિટના ભાવ આસમાને છે. કેટલીક ટિકિટ બુકિંગ વેબસાઇટ્સે ભારતની મેચોની તમામ ટિકિટો વેચી દીધી છે. ટિકિટ હજુ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, પરંતુ તેના ભાવ ખૂબ જ વધારે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ
હાલમાં જ એશિયા કપ 2023 માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. બંને દેશો વચ્ચે પ્રથમ મુકાબલો 2 સપ્ટેમ્બરે પલ્લેકેલે ખાતે થયો હતો. જો કે, તે મેચ વરસાદના કારણે હાર જીતના નિર્ણય સુધી પહોંચી શકી ન હતી અને ભારત – પાકિસ્તાને પોઈન્ટ વહેંચવા પડ્યા હતા. એશિયા કપ 2023માં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે ક્રિકેટ જોવા મળશે.
ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
આ બધા વચ્ચે હવે સવાલ એ થાય છે કે, વર્લ્ડ કપ 2023 ની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બનશે કે કેમ? ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો ચાલો જાણીએ કે આ દિવસે અમદાવાદનું તાપમાન કેવું રહેશે અને વરસાદ પડવાની શક્યતા કેટલી છે.
ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર
Accuweather વેબસાઈટ મૂજબ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38° અને લઘુત્તમ 23° રહેશે. જો એવરેજ તાપમાનની વાત કરીએ તો તે 36° અને 22° રહેશે. સૌથી મહત્વની વાત કે વરસાદની શક્યતા બહુ ઓછી છે. એટલે કે ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર છે, પરંતુ વાતાવરણ વાદળછાયું રહેશે.
આ ઉપરાંત The Weather Channel વેબસાઈટ મૂજબ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 36° અને લઘુત્તમ 21° રહેશે અને વરસાદની શક્યતા ઓછી છે.
આ પણ વાંચો : World Cup 2023: ફરીથી મેળવી શકાશે વિશ્વકપની ટિકિટ, હજારો ક્રિકેટ ચાહકોનુ ખુલ્યુ કિસ્મત, જાણો ક્યારથી શરુ થશે વેચાણ
વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ્દ થયા બાદ ભારતીય સિલેક્ટર્સ, હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ સાથે મળીને 15 સભ્યોની ટીમ નક્કી કરી હતી.
Here’s the #TeamIndia squad for the ICC Men’s Cricket World Cup 2023 #CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023