Women’s World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું, છેલ્લી ઓવરમાં થયો હાર જીતનો ફેંસલો

|

Mar 05, 2022 | 7:02 PM

ICC મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 12 રને હરાવ્યું. આમ ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટમાં જીત સાથે કરી શાનદાર શરૂઆત.

Women’s World Cup 2022: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું, છેલ્લી ઓવરમાં થયો હાર જીતનો ફેંસલો
Australia Women Crickte Team (PC: ICC)

Follow us on

ICC મહિલા વર્લ્ડ કપમાં (ICC Women’s World Cup) ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 12 રને જીતી લીધી હતી. મેચ એટલી રસપ્રદ હતી કે મેચનું પરિણામ અંતિમ ઓવરમાં આવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડની મહિલા ટીમ ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરવાનું ચૂકી ગઈ હતી. ઇંગ્લેન્ડને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. પરંતુ, છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 3 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી.

ICC મહિલા વિશ્વ કપની 12મી સિઝનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની આ પહેલી મેચ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 3 વિકેટે 310 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 8 વિકેટે 298 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

હૈંસ અને લૈનિંગની શાનદાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર રેચલ હૈંસે શાનદાર સદી ફટકારી હતી અને 131 બોલમાં 130 રનની ઇનિંગ રમી હતી. જેમાં તેણે 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રેચલ હૈંસે બીજી વિકેટ માટે લૈનિંગ સાથે મળીને સદીની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીમાં મેગ લેંનિંગે 110 બોલમાં શાનદાર 86 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

તો તેની સાથે ટીમના અન્ય સભ્ય બેથ મૂનીએ 19 બોલમાં ઝડપી 27 રન બનાવ્યા હતા. જ્યારે એલિસા પેરિએ 5 બોલમાં 14 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી નેટ સિવરે 2 વિકેટ ઝડપી હતી.

311 રનના લક્ષ્યાંકથી 12 રન દુર રહી ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડને જીતવા માટે 311 રનનો મોટો લક્ષ્યાંક હતો. જેમાં ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડની પહેલી વિકેટ શુન્ય રનના સ્કોર પર પડી ગઇ હતી. પણ ત્યાર બાદ બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીમાં ઇંગ્લેન્ડ ટીમના સુકાની હેથર નાઇટનું યોગદાન 40 રનનું હતું.

બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરનાર ઇંગ્લેન્ડની નૈટ સિવરે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 85 રનમાં 109 રનની ઇનિંગ રમી હતી. તો બ્યુમોન્ટે પણ 82 બોલમાં 74 રનનું યોગદાન આપ્યું હતું. આ ઇનિંગે ઇંગ્લેન્ડની જીતની આશા જન્માવી હતી પણ નિચલા ક્રમના બેટ્સમેનોએ ખાસ પ્રદર્શન ન કરતા ઇંગ્લેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી અલાના કિંગે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ ભારતીય બોલરોએ શ્રીલંકાનો નિકાળ્યો વારો, 4 વિકેટ ખેરવી લીધી

આ પણ વાંચો : IND vs SL: રવિન્દ્ર જાડેજાની ઇનીંગ 175 રન પર અણનમ રહેવા પર દાવ ડીક્લેર કરવાને લઇ ઉઠવા લાગ્યા સવાલ

Next Article