2023માં આ મહિનામાં Women IPL ટૂર્નામેન્ટની થશે શરૂઆત

|

Aug 12, 2022 | 8:11 PM

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સેક્રેટરી જય શાહે થોડા મહિના પહેલા જ જાહેરાત કરી હતી કે બોર્ડ આવતા વર્ષથી મહિલા આઈપીએલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

2023માં આ મહિનામાં Women IPL ટૂર્નામેન્ટની થશે શરૂઆત
Women IPL

Follow us on

હાલ સમગ્ર ક્રિકેટ જગતમાં સૌથી વધુ ચર્ચા અલગ-અલગ ટી20 લીગને લઈને થઈ રહી છે. આઈપીએલના મીડિયા રાઈટ્સ ડીલ પહેલા જ તેનું ધ્યાન ખેંચી ચુકી છે અને હવે દક્ષિણ આફ્રિકા ટી20 લીગ અને યુએઈ લીગને લઈને હલચલ વધી ગઈ છે. આ બધાની વચ્ચે ફરી એકવાર મહિલા આઈપીએલને (Indian Women’s Cricket Team) લઈને ઉત્સાહ વધી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આવતા વર્ષ માટે પણ એક વિન્ડો ફિક્સ કરી લીધી છે. ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન-ક્રિકઇન્ફોના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય બોર્ડે મહિલા આઈપીએલની પહેલી સિઝન માટે માર્ચ 2023ને યોગ્ય સમય તરીકે ચિહ્નિત કર્યો છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) જણાવ્યું છે કે માર્ચ 2023માં પહેલીવાર મહિલા આઈપીએલનું આયોજન લગભગ નક્કી છે અને બોર્ડે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ઘરેલું કેલેન્ડરમાં ફેરફારોના સંકેત

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કદાચ આ જ કારણ છે કે બીસીસીઆઈએ પણ એક મહિના પહેલા ડોમેસ્ટિક કેલેન્ડરમાં મહિલાઓની ટૂર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી માર્ચ મહિનામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો સમય મળે અને પછી તેની પુરુષોની આઈપીએલ સાથે ટક્કર પણ ન થાય. બીસીસીઆઈએ ગયા અઠવાડિયે જ નવી ઘરેલુ સિઝનની જાહેરાત કરી હતી, જેમાં ઓક્ટોબરથી મહિલા ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, જે ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે.

CWG 2022 પછી ફરી ચર્ચામાં મહિલા IPL

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગયા અઠવાડિયે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ફરી ચર્ચા શરૂ થઈ કે ભારતીય મહિલા ક્રિકેટરોને આઈપીએલ જેવી ટૂર્નામેન્ટની જરૂર છે, જેથી તેઓ આવી પરિસ્થિતિઓ માટે પોતાને તૈયાર કરી શકે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પહેલા પણ ભારતીય બોર્ડ પર મહિલા આઈપીએલ શરૂ કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના પર બીસીસીઆઈએ શરૂઆતમાં ઢીલું વલણ અપનાવ્યું હતું, પરંતુ થોડા મહિના પહેલા બોર્ડ પ્રમુખ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે મહિલા આઈપીએલ 2023થી શરૂ થઈ શકે છે. બોર્ડના સેક્રેટરી જય શાહે મે મહિનામાં જ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ કહ્યું હતું કે મહિલા આઈપીએલને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. તેણે સંકેત આપ્યો હતો કે શરૂઆતમાં 5 કે 6 ટીમો સાથે ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવશે.

Next Article