Women IPL 2023: અદાણી થી લઈ હલ્દીરામ, એપોલો સહિતના ગૃપ મહિલા ટીમ ખરીદવા માટે રેસમાં

|

Jan 22, 2023 | 3:25 PM

ભારતમાં આ વર્ષથી મહિલા ટી20 ક્રિકેટ લીગ શરુ થવા જઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા પુરુષ આઈપીએલમાં સફળતા બાદ હવે મહિલા આઈપીએલની શરુઆત થવા જઈ રહી છે અને આ માટે ટીમના ટેન્ડર બહાર પડ્યા છે.

Women IPL 2023: અદાણી થી લઈ હલ્દીરામ, એપોલો સહિતના ગૃપ મહિલા ટીમ ખરીદવા માટે રેસમાં
Women IPL 2023: ટીમ ખરીદવા મોટા ગ્રુપ રેસમાં સામેલ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની પુરુષો માટેની ટૂર્નામેન્ટ દુનિયાભરમાં જાણિતી છે. વિશ્વભરના ક્રિકેટરો અને ક્રિકેટ ના દિવાનાઓમાં ખૂબ જ આકર્ષણ ધરાવે છે. હવે મહિલા આઈપીએલ શરુ થશે. પુરુષ આઈપીએલની જબરદસ્ત સફળતા બાદ બીસીસીઆઈએ મહિલાઓ માટેની આઈપીએલ સંપૂર્ણ રીતે શરુ કરવા તૈયારીઓને અંતિમ સ્વરુપ અપાઈ રહ્યુ છે. જેમાં હવે ફ્રેન્ચાઈઝીઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મહિલા ટીમની ખરીદી માટે જાણિતા ઉદ્યોગ ગૃહોએ ખૂબ રસ દર્શાવ્યો છે.

મહિલા આઈપીએલ માટેની ટીમની ખરીદી માટે રેસ બરાબરની જામી છે. જે રીતે ટેન્ડર ફોર્મ બીસીસીઆઈ પાસેથી ઉપડી રહ્યા છે, એ જોતા રેસ મજબૂત બનશે. આમ મહિલા આઈપીએલની સફળતા માટેના સારા સંકેતો જોવા મળી રહ્યા છે. આ પ્રમાણેની તંદુરસ્ત સ્પર્ધા મહિલા આઈપીએલનુ ભવિષ્ય ઉજ્જવળ હોવાનુ દર્શાવી રહ્યુ છે.

અદાણીથી લઈ હલ્દીરામ સુધીના ગૃપ રેસમાં સામેલ

મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા આઈપીએલ માટેની ટીમનો ખરીદવા માટે પડાપડી જેવો માહોલ સર્જાયો છે. 30થી વધારે ગૃપ દ્વારા ટેન્ડર ફોર્મ મેળવવામાં આવ્યા છે. જે ગૃપ દ્વારા ટેન્ડર ફોર્મ ઉપાડવામાં આવ્યા છે તેમાં, એપોલો અને હલ્દી રામ સહિત અદાણી ગૃપનુ નામ સામેલ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય સિમેન્ટ કંપનીઓ પણ રેસમાં સામેલ છે. ચેન્નાઈનુ જાણિતુ શ્રી રામ ગૃપ પણ મહિલા આઈપીએલ ટીમની ફ્રેન્ચાઈઝીનુ માલિક બનવા માટે ઈચ્છુક છે. આ ઉપરાંત નીલગીરી ગ્રુપ, કાટકૂરી ગ્રુપ પણ મહિલા આઈપીએલની ટીમ ખરીદવા માટે રેસમાં સામેલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અદાણી ગ્રુપ દ્વારા મહિલા આઈપીએલ ટીમને ખરીદવા માટે ટેન્ડર મેળવી ચુક્યુ છે. આ ઉપરાંત જેકે સિમેન્ટ, ચેત્તિનાદ સિમેન્ટ અને કાપરી ગ્લોબલ પણ ટેન્ડર ફોર્મ લઈ ચૂક્યા છે. આમ મજબૂત ગ્રુપ દ્વારા ટેન્ડર ફોર્મ લેવામાં આવતા ફ્રેન્ચાઈઝીઓ પણ મજબૂત બની શકે છે.

બુધવાર સુધીમાં દાવેદારી કરવી પડશે

મહિલા આઈપીએલ માટેની ટીમો ખરીદવા માટે ઈચ્છુક કંપનીઓએ પોતાની દાવેદારી આગામી સપ્તાહના બુધવાર સુધીમાં રજૂ કરવી પડશે. એટલે કે 25 જાન્યુઆરી સુધીમાં દાવેદારી રજૂ કરવી પડશે. ત્યાર બાદ બીસીસીઆઈ દ્વારા ઓક્શનની શરુઆત કરવામાં આવનાર છે. જે પણ કંપની અથવા વ્યક્તિ 1000 કરોડ કે તેનાથી વધારે રુપિયાની નેટવર્થ ધરાવતી હોય એ જ ટીમ ખરીદવા માટે દાવો રજૂ કરી શકે છે. આ શરત પહેલાથી જ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

આ પહેલા બોર્ડ દ્વારા મહિલા આઈપીએલ માટેના મીડિયા રાઈટ્સ વેચવામાં આવ્યા હતા. જેમાં બોર્ડને રેકોર્ડ આવક થઈ હતી. બીસીસીઆઈ દ્વારા વાયકોમ18 ને પાંચ વર્ષ માટેના મહિલા આઈપીએલના રાઈટ્સ વેચવામાં આવ્યા છે. જે રાઈટ્સ 950 કરોડ રુપિયામાં આપવામાં આવ્યા છે. આમ પ્રતિ મેચ જોવામાં આવેતો 7 કરોડની આસપાસ તેની વેલ્યુ ગણવામાં આવી રહી છે.

 

 

Published On - 3:14 pm, Sun, 22 January 23

Next Article