શું રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બનશે? શું અજિત અગરકર રાજીનામું આપશે? હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ?
'અજીત અગરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ રવિ શાસ્ત્રી આવી શકે છે.' શું આ વાત સાચી છે? શું ખરેખરમાં ટીમ ઈન્ડિયાને નવો ચીફ સિલેક્ટર મળવાનો છે?

‘ભારતીય ક્રિકેટ ટીમને નવા ચીફ સિલેક્ટર મળવાનો છે. રવિ શાસ્ત્રીને ટૂંક સમયમાં નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.’ આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, રવિ શાસ્ત્રી ટૂંક સમયમાં જ અજિત અગરકરનું સ્થાન લઈ શકે છે. અગરકર જુલાઈ 2023 થી ભારતીય ટીમના ચીફ સિલેક્ટર છે. હવે આ વાયરલ પોસ્ટની હકીકત શું છે? ચાલો જાણીએ વિગતવાર…
BREAKING NEWS
NEW SELECTION CHAIRMAN
Ravi Shastri is likely to replace Ajit Agarkar as the Chairman of the BCCI Selection Committee.[Abhishek Mallhotra – TIO Sports] pic.twitter.com/DkmKL1gx6T
— Mohammad Faizan Raza (@MohdFai44278324) October 17, 2025
BREAKING NEWS
NEW SELECTION CHAIRMAN
Ravi Shastri is likely to replace Ajit Agarkar as the Chairman of the BCCI Selection Committee.[Abhishek Mallhotra – TIO Sports] pic.twitter.com/dfb7yXASSg
— Parmar Ruturaj (@Ruturaj9Ruturaj) October 17, 2025
BREAKING NEWS
NEW SELECTION CHAIRMAN
Ravi Shastri is likely to replace Ajit Agarkar as the Chairman of the BCCI Selection Committee.[Abhishek Mallhotra – TIO Sports]#ravishastri #ajitagarkar pic.twitter.com/grP05gdeyP
— Raj Dewasi (@Rajrabari998) October 17, 2025
આ વાયરલ પોસ્ટમાં કેટલી સચ્ચાઈ?
આ વાતની ઓફિશિયલ પુષ્ટિ ના તો રવિ શાસ્ત્રીએ કરી છે અને ના તો અજિત અગરકરે કોઈ નિવેદન આપ્યું છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ ‘Fake’ છે. સામાન્ય રીતે, BCCI આવા હાઇ-પ્રોફાઇલ પદના નિમણૂક માટે નિવેદન જારી કરે છે પરંતુ ચીફ સિલેક્ટરના પદને લઈને હજુ સુધી કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.
આ અફવા સંપૂર્ણપણે ખોટી છે
ખાસ વાત એ છે કે, રવિ શાસ્ત્રીએ પોતે આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી કે ન તો અજિત અગરકરે આને લઈને કોઈ વાત કરી છે. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સેવા આપી હતી અને વર્ષ 2021 T20 વર્લ્ડ કપ પછી રાજીનામું આપ્યું હતું. જણાવી દઈએ કે, ચાર વર્ષ પછી રવિ શાસ્ત્રીની ટીમ ઈન્ડિયામાં ચીફ સિલેક્ટર તરીકે પાછા ફરવાની આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે.
અજિત અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો
અજિત અગરકરને 2023 ODI વર્લ્ડ કપના થોડા મહિના પહેલા જુલાઈમાં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ચીફ સિલેક્ટર બનવું સૌથી મુશ્કેલ કામ છે. અગરકરે એ પણ કહ્યું હતું કે, ભારત એટલી પ્રતિભાથી ભરેલું છે કે તેમાંથી પ્લેયર્સની પસંદગી કરવી ખૂબ મુશ્કેલ છે. નોંધનીય છે કે, તેમનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.
