WI vs IND : વેસ્ટ ઇન્ડિઝમાં વરસાદ વચ્ચે આ રીતે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરી રહી છે, જુઓ VIDEO

|

Jul 21, 2022 | 1:29 PM

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ત્રિનિદાદમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. વિન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમે ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે.

WI vs IND : વેસ્ટ ઇન્ડિઝમાં વરસાદ વચ્ચે આ રીતે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરી રહી છે, જુઓ VIDEO
Indian Team (PC: BCCI)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) બુધવારે (20 જુલાઈ) ના રોજ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગઇ છે. વિન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમને ત્રણ વન-ડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમવાની છે. તેના માટે ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસનો વીડિયો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. બોર્ડે શેર કરેલા આ વીડિયોમાં ખ્યાલ આવે છે કે હાલ ત્રિનિદાદમાં વરસાદ પડી રહ્યો છે. આ કારણથી ભારતીય ટીમના ખેલાડીઓ હાલ ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવી પડી રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન-ડે સીરિઝથી પ્રવાસની શરૂઆત થશે અને પહેલી વન-ડે મેચ 22 જુલાઈના રોજ રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ટીમ ઇન્ડિયા વન-ડેમાં નંબર 1 બનવાની તૈયારીમાં લાગી ગઇ છે. હકિકતમાં આઈસીસી (ICC Ranking) વન-ડે રેન્કિંગમાં આ સમયે ટીમ ઇન્ડિયા 109 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 128 પોઇન્ટ સાથે પહેલા સ્થાને છે અને ઇંગ્લેન્ડની ટીમ 121 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આમ ભારતીય ટીમ વન-ડે રેન્કિંગમાં પહેલું સ્થાન મેળવવા માટે તૈયારી કરી રહ્યું છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

કઇ ન કરવા કરતા સારૂ છે કે ઇન્ડોર પ્રેક્ટિસ કરીએઃ શુભમન ગિલ

વીડિયોમાં જોઈ શકાય છે કે પોર્ટ ઓફ સ્પેનના ત્રિનિદાદ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા (Team India) ત્યાંના ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં ઈન્ડોર નેટ પ્રેક્ટિસ કરી રહી છે. વીડિયોમાં ઓપનર શુભમન ગિલે (Shubhman Gill) એ કહ્યું, અમે હમણાં જ ઈંગ્લેન્ડથી સીધા આવ્યા છીએ. તેથી જો અમે નેટ પ્રેક્ટિસ કરીશું તો સારું રહેશે. પરંતુ અહીં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં કંઇ ન કરવા કરતાં સ્ટેડિયમની અંદર નેટ પ્રેક્ટિસ કરવી વધુ સારું છે.

વન-ડે સીરિઝમાં ધવન સુકાની રહેશે, તો જાડેજા રહેશે ઉપ સુકાની

તમને જણાવી દઈએ કે વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની કપ્તાની 36 વર્ષીય શિખર ધવન (Shikhar Dhawan) ને સોંપવામાં આવી છે. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 22 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરવાનો છે. આ દિવસે શ્રેણીની પ્રથમ વનડે મેચ હશે.

 

વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાઃ

શિખર ધવન (સુકાની), રવીન્દ્ર જાડેજા (ઉપ સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝનો કાર્યક્રમ

પહેલી વન-ડે મેચઃ 22 જુલાઈ
બીજી વન-ડે મેચઃ 24 જુલાઈ
ત્રીજી વન-ડે મેચઃ 27 જુલાઈ

પહેલી ટી20 મેચઃ 29 જુલાઈ
બીજી ટી20 મેચઃ 01 ઓગસ્ટ
ત્રીજી ટી20 મેચઃ 02 ઓગસ્ટ
ચોથી ટી20 મેચઃ 06 ઓગસ્ટ
પાંચમી ટી20 મેચઃ 07 ઓગસ્ટ

Next Article