WI vs IND : ‘દર્શકો મને ચિડાવી રહ્યા હતા, તો મેં તેના જેવો ડાન્સ કર્યો’, શ્રેયસ-સિરાજનું રમુજી ઇન્ટરવ્યુ, Watch Video

|

Jul 24, 2022 | 7:47 AM

Cricket : વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. મેચની છેલ્લી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી. જેમાં વિન્ડીઝની ટીમ જીત માટે જરૂરી 15 રન બનાવી શકી ન હતી.

WI vs IND : દર્શકો મને ચિડાવી રહ્યા હતા, તો મેં તેના જેવો ડાન્સ કર્યો, શ્રેયસ-સિરાજનું રમુજી ઇન્ટરવ્યુ, Watch Video
Shreyas Iyer and Mohammed Siraj (PC: BCCI)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે ત્રણ રનથી જીતી લીધી હતી. ભારતીય ટીમની જીતનો હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) હતો. જેણે મેચની છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ (Windies Cricket) ને જરૂરી 15 રન બનાવવા દીધા ન હતા. જીત બાદ મો. સિરાજની બોલિંગના ખૂબ વખાણ થઈ રહ્યા હતા.

પ્રથમ વન-ડે મેચ બાદ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) એકબીજાનો રમુજી ઇન્ટરવ્યુ લીધો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ઈન્ટરવ્યુનો વીડિયો શેર કર્યો હતો. ઈન્ટરવ્યુમાં સિરાજે શ્રેયસ સાથે છેલ્લી ઓવર વિશે વાત કરી હતી. તો ત્યાર બાદ શ્રેયસ અય્યરે શમરાહ બ્રુક્સનો કેચ લીધા બાદ મેદાન પર ડાન્સ કરવાનું કારણ પણ જણાવ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મને મારા પ્લાન પર સંપુર્ણ ભરોસો હતોઃ સિરાજ

મોહમ્મદ સિરાજે કહ્યું, ‘મને છેલ્લી ઓવરમાં મારા યોર્કર પર ભરોસો હતો. સાથે જ બોલ ઘણો રિવર્સ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં હું મારી યોજનાને સંપૂર્ણ રીતે લાગુ કરવા માંગતો હતો. છેલ્લા બે બોલમાં મારા હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. કારણ કે તે સમયે હું દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. મારી એકમાત્ર યોજના ચાર બોલની જેમ બીજા બે બોલ પર મારી જાતને સંપૂર્ણ રીતે સમર્થન આપવાની હતી.

 

બીજી તરફ મો. સિરાજે જ્યારે શ્રેયસ અય્યરને ડાન્સ વિશે પુછ્યું તો કહ્યું કે, ‘તે (દર્શકો) લોકો મને ચીડવતા હતા. કેચ છોડો, કેચ છોડો. જ્યારે કેચ મારી પાસે આવ્યો ત્યારે મેં તેની જેમ થોડો ડાન્સ કરવા લાગ્યો હતો. શ્રેયસે મેચમાં શમરાહ બ્રુક્સ અને બ્રાન્ડન કિંગનો કેચ પકડ્યો હતો. શમરાહ બ્રુક્સનો શાનદાર કેચ પકડ્યા બાદ જ શ્રેયસ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

ભારતે પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 3 રને જીત મેળવી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં સાત વિકેટે 308 રન બનાવ્યા હતા. શિખર ધવને સૌથી વધુ 97 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ શુભમન ગીલે 64 અને શ્રેયસ અય્યરે 54 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.

જવાબમાં વિન્ડીઝની ટીમ 50 ઓવરમાં 6 વિકેટે 305 રન જ બનાવી શકી હતી. યજમાન ટીમ તરફથી કાયલ મેયર્સે 75 અને બ્રાન્ડોન કિંગે 54 રન બનાવ્યા હતા. તો રોમારિયો શેફર્ડ (39) અને અકીલ હુસૈન (33)એ અણનમ ભાગીદારી કરીને વિન્ડીઝને જીતાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે બે-બે સફળતા મેળવી.

Next Article