WI vs IND: અડધી રાત્રે એવું શું થયું કે વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગઇ ટીમ ઇન્ડિયા, Watch VIDEO

|

Aug 02, 2022 | 9:06 AM

139 રનના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝને સીરિઝ 1-1 થી સરભર કરી દીધી છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયા પર ઘણા સવાલો થઇ રહ્યા છે.

WI vs IND: અડધી રાત્રે એવું શું થયું કે વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગઇ ટીમ ઇન્ડિયા, Watch VIDEO
Team India vs West Indies Cricket (PC: Twitter)

Follow us on

સેન્ટ કિટ્સમાં રમાયેલી બીજી T20Iમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત (Team India) ને 5 વિકેટે હરાવ્યું. યજમાન ટીમે આ મેચ 4 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે મોકલ્યું હતું. ભારતીય ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 138 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં 139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ મેચના પરિણામએ ટીમ ઈન્ડિયા માટે ઘણા પ્રશ્નો છોડીને વેસ્ટ ઈન્ડિઝને શ્રેણીમાં બરાબરી પર લાવવાનું કામ કર્યું.

જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં બીજી T20I હારી રહી હતી. ત્યારે ભારતીયો અહીં અડધી રાત્રે સૂઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમારી ટીમ શા માટે હારી ગઇ હતી. મેચના કયા તબક્કે હારી, કેવી રીતે હારી?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેકૉયની ધારદાર બોલિંગ

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓબેડ મેકકોયના ઘાતક હુમલાથી ભારત હારી ગયું હતું. તેણે 17 રનમાં ભારતની અડધી ટીમને આઉટ કરી દીધી હતી. 6 વિકેટ સાથે મેકૉયે T20I માં વેસ્ટ ઈન્ડિઝ તરફથી સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી. બીજી તરફ ભારત સામે આ કોઈપણ ફોર્મેટમાં કોઈપણ કેરેબિયન બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

 

બ્રેંડન બેટિંગથી બન્યો કિંગ

વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બ્રેન્ડન કિંગે 139 રનના ટાર્ગેટનો પીછો કરતા 52 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે તે સમયે આ રન બનાવ્યા જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 13 ઓવરમાં 3 વિકેટે 83 રન હતો. આમ તેની આ ઇનિંગ ટીમ માટે ઉપયોગી સાબીત થઇ હતી.

 

 

આવેશ ખાનને અંતિમ ઓવર કેમ આપી?

વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. બધાને લાગ્યું કે તે ભુવનેશ્વર કુમાર બોલિંગ કરશે. કારણ કે તેની પાસે 2 ઓવર બાકી હતી. પરંતુ સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ બોલ અવેશ ખાનને આપ્યો હતો. તે પહેલા જ બોલ પર દબાણમાં આવી ગયો હતો અને નો બોલ ફેંક્યો હતો. પરિણામ એ આવ્યું કે વેસ્ટ ઈન્ડિઝને ફ્રી હિટ આપવામાં આવી. જેમાં સિક્સ ફટકારી. પછી બીજા બોલ પર ચાર અને મેચ ત્યાં જ પુરી થઈ ગઈ.

Next Article