WI vs IND : અક્ષર પટેલે બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમેલી ધમાકેદાર ઇનિંગની સાથે પોતાના નામે નોંઘાવ્યો આ ખાસ રેકોર્ડ

|

Jul 25, 2022 | 12:30 PM

Cricket : અક્ષર પટેલે (Axar Patel) વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરતા આક્રમક બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી.

WI vs IND : અક્ષર પટેલે બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમેલી ધમાકેદાર ઇનિંગની સાથે પોતાના નામે નોંઘાવ્યો આ ખાસ રેકોર્ડ
Axar Patel (PC: Twitter)

Follow us on

અક્ષર પટેલ (Axar Patel) એ તેની શ્રેષ્ઠ બેટિંગ વડે પોર્ટ ઓફ સ્પેન ખાતેની બીજી વનડેમાં ભારતીય ટીમને જીત અપાવી અને શ્રેણી જીતવામાં પણ મદદ કરી. ભારતને જીતવા માટે છેલ્લી 10 ઓવરમાં લગભગ 100 રનની જરૂર હતી. પરંતુ તેણે 35 બોલમાં અણનમ 64 રનની મદદથી તે શક્ય બનાવ્યું હતું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા (Team India) મેચ હારી જશે અને દીપક હુડ્ડા 33 રન બનાવીને આઉટ થઈ જતાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આ પછી ભારતને જીતવા માટે 6 ઓવરમાં 56 રનની જરૂર હતી. આ વિષમ પરિસ્થિતિમાં પણ અક્ષર પટેલે પોતાની જાતને શાંત રાખી હતી અને જવાબદારી પુર્વક બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી.

વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારી

અક્ષર પટેલે પ્રથમ 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામે ભારતની સૌથી ઝડપી અડધી સદી સાબિત થઈ છે. પાંચ વર્ષ પછી વન-ડે ક્રિકેટમાં પાછા આવીને અક્ષર પટેલ (Axar Patel) એ તે કર્યું છે જેની અપેક્ષા ઓછી હતી. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈજાગ્રસ્ત થતાં અક્ષર પટેલને વનડે શ્રેણીમાં તક મળી હતી. આ પછી બીજી વનડેમાં તેણે એવી રમત દેખાડી કે જાડેજાની ગેરહાજરી જરા પણ અનુભવાઈ ન હતી. અક્ષર પટેલે 50મી ઓવરના ચોથા બોલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

અક્ષર પટેલે ધોનીનો રેકોર્ડ પણ તોડ્યો

આ મેચમાં 28 વર્ષીય અક્ષર પટેલે પોતાની ઇનિંગ દરમિયાન 5 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિક્સર સાથે અક્ષર પટેલે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તે ભારત તરફથી 7મા કે નીચેના ક્રમ પર બેટિંગ કરતી વખતે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. બીજી મેચમાં પોતાના શાનદાર પ્રદર્શન અંગે અક્ષર પટેલે કહ્યું કે મને લાગે છે કે તે ખૂબ જ ખાસ છે અને જ્યારે ટીમને જરૂર હતી ત્યારે મેં આ ઇનિંગ રમી અને અમે શ્રેણી પણ જીતી. અમે આઈપીએલમાં પણ આ કર્યું છે. અમારે માત્ર શાંત રહેવાની અને અમારી આક્રમકતા જાળવી રાખવાની જરૂર હતી. હું લગભગ પાંચ વર્ષ પછી વનડે રમી રહ્યો છું અને હું આ પ્રકારની રમત ચાલુ રાખવા માંગુ છું.

Next Article