AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja સામે Axar Patel બની શકે છે મજબૂત વિકલ્પ? T20 World Cup માટે નોંધાવી રહ્યો છે મજબૂત દાવેદારી!

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઇજાથી પરેશાન છે અને હાલમાં ફોર્મ મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. આવા સમયે તાજેતરમાં અક્ષર પટેલ (Axar Patel) પર ભરોસો મુકવામાં આવ્યો છે. એ જોતા જ હવે પટેલ ટી20 વિશ્વકપ પસંદ થનારા ખેલાડીઓમાં સામેલ થવા માટે દાવેદાર મનાય છે.

Ravindra Jadeja સામે Axar Patel બની શકે છે મજબૂત વિકલ્પ? T20 World Cup માટે નોંધાવી રહ્યો છે મજબૂત દાવેદારી!
Axar Patel ને દક્ષિણ આફ્રિકા સામે પૂરી સિરીઝમાં તક મળી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 11:27 AM
Share

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે હવે સૌથી મોટો ખતરો ગુજરાતી ખેલાડી જ સાબિત થઈ શકે એમ છે. રવિન્દ્ર જાડેજા આમ તો વર્તમાન ભારતીય ક્રિકેટનો સૌથી સફળ ઓલરાઉન્ડર છે. ભારતીય ટીમ (Indian Cricket Team) માં તે અનેક વાર મહત્વનુ પ્રદર્શન નોંધાવી ચુક્યો છે. ટીમ ઈન્ડિયા ને માટે મેચ જીતાડનારી ઈનીંગ રમી બતાવીને ફેન્સના દીલ જીત્યા છે. પરંતુ હાલમાં તેની ઈજાઓ અને ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો છે. આઇપીએલ 2022 પણ તેના માટે ખાસ રહી નહોતી. તેને ટીમ ચેન્નાઈનુ સુકાની પદની મહત્વની જવાબદારી મળી હતી જોકે ચેન્નાઈ સુપર કિંગ્સનુ પ્રદર્શન તેની આગેવાનીમાં કંગાળ રહ્યુ હતુ. આમ હાલનો સમય તેના માટે નિરાશાજનક પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન અક્ષર પટેલ (Axar Patel) ને ટીમ ઈન્ડિયાને તક વધારે મળવા લાગી રહી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઘર આંગણે તાજેતરમાં જ પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી હતી. તો આ દરમિયાન અક્ષર પટેલને મોકો અપાયો હતો. તે પાંચેય મેચોની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ રહ્યો હતો. એટલે કે ટીમ મેનેજમેન્ટે તેની પર પૂરો ભરોસો મુક્યો હતો. ટી20 વિશ્વકપ પહેલા અક્ષર પટેલને આ પ્રકારે ભરોસો મુકવાને લઈ તેના માટે દરેક એંગલથી ચર્ચાઓ થઈ રહી છે. જેમાં ખાસ કરીને તેને હવે જાડેજાના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

અક્ષર પટેલ ટી20 વિશ્વકપ માટે દાવેદાર

ભારતીય ક્રિકેટ ટીમમાં અક્ષર પટેલ સતત સ્થાન મેળવી રહ્યો છે. તેને સ્થાન મળવુ મતલબ કે તે હવે ટી20 વિશ્વકપ માટેના મજબૂત દાવેદારો પૈકીનો એક તે બની રહ્યો છે. આવી સ્થિતીમાં હવે રવિન્દ્ર જાડેજાની સામે તે એક વિકલ્પ તરીકે મજબૂતાઈથી ઉભરી રહ્યો છે. અક્ષર પટેલની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં ભારત માટે 20 જેટલી ટી20 મેચ રમી છે. જેમાં તેણે 16 વિકેટ મેળવી છે અને 101 રન બનાવ્યા છે.

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં 4 મેચમાં તેને બોલીંગ કરવાનો મોકો મળ્યો હતો. કારણ કે શ્રેણી અંતિમ મેચ જે બેંગ્લુરુમાં રમાઈ હતી તે વરસાદને લઈ રદ થઈ હતી. આમ ચાર મેચમા તેણે 12.5 ઓવર કરી હતી. જેમાં તેણે 35.33 ની સરેરાશ જાળવી હતી. સિરીઝમાં 3 વિકેટ ઝડપી હતી અને અને 106 રન ગુમાવ્યા હતા. તેની ઈકોનોમી 8.26ની રહી હતી. આઇપીએલમાં તે 122 મેચ રમીને 1135 રન નોંધાવ્યા છે, જ્યારે 101 વિકેટ ઝડપી ચુક્યો છે.

રવિન્દ્ર જાડેજા નંબર-1 ઓલરાઉન્ડર

જાડેજાની વાત કરવામાં આવેતો ટી20 આંતરરાષ્ટ્રીય માં 2009માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતુ અને અંતિમ મેચ ગત ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામે રમ્યો હતો. હાલમાં તે વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડરના સ્થાન પર છે. તે 58 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 326 રન નોંધાવ્યા છે. જ્યારે બોલીંગમાં તેણે 48 વિકેટ ઝડપી છે. આ દરમિયાન જાડેજાએ 7.04 ની ઇકોનોમીથી ઓવર કરીને 1318 રન ગુમાવ્યા છે. તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ રહ્યુ છે.

આઇપીએલમાં તે 210 મેચ રમીને 132 વિકેટ ઝડપી છે. જેમાં તેની ઇકોનોમી 7.61 રહી છે. જ્યારે બેટ વડે 2502 રન નોંધાવ્યા છે. આ દરમિયાન 2 અડધી સદી નોંધાવી છે. તેણે

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">