AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCBએ મોહમ્મદ સિરાજને ટીમમાંથી કેમ બહાર કાઢ્યો? 9 મહિના બાદ થયો ખુલાસો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025 પહેલા સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રિલીઝ કર્યો હતો. તે 7 વર્ષ સુધી આ ટીમનો ભાગ હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે હવે આ નિર્ણય પર મોટો ખુલાસો કર્યો છે.

RCBએ મોહમ્મદ સિરાજને ટીમમાંથી કેમ બહાર કાઢ્યો? 9 મહિના બાદ થયો ખુલાસો
Mohammed SirajImage Credit source: PTI
| Updated on: Aug 23, 2025 | 9:18 PM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ આખરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન પહેલા તેના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રિલીઝ કરવાના નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. RCBના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે આ નિર્ણય પાછળની રણનીતિનો ખુલાસો કર્યો છે. મોહમ્મદ સિરાજ સાત વર્ષ સુધી RCB સાથે હતા અને તેમનું પ્રદર્શન પણ ખૂબ સારું રહ્યું હતું. હવે તે ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે.

RCBએ મોહમ્મદ સિરાજને રિલીઝ કર્યો

RCBના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે જણાવ્યું હતું કે RCBનું લક્ષ્ય એક સંતુલિત અને મજબૂત બોલિંગ લાઈનઅપ બનાવવાનું છે, જે વિવિધ પરિસ્થિતિઓમાં અસરકારક રહેશે. તેમણે કહ્યું કે ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવાની ઈચ્છા હતી, કારણ કે RCBની રણનીતિ માટે તેનો અનુભવ અને સ્વિંગ બોલિંગ કુશળતા મહત્વપૂર્ણ છે. બોબાટે સ્પષ્ટતા કરી હતી કે સિરાજને રિટેન કરવાથી ભુવનેશ્વરને સાઈન કરવું મુશ્કેલ બન્યું હોત, કારણ કે હરાજીમાં બજેટ અને ખેલાડીઓની પ્રાથમિકતાનું સંતુલન રાખવું જરૂરી હતું.

IPL મેગા ઓક્શનમાં પણ ન ખરીદ્યો

બોબાટે કહ્યું, ‘સિરાજ કદાચ એવો ખેલાડી છે જેના વિશે અમે સૌથી વધુ વિચાર્યું છે. ભારતીય આંતરરાષ્ટ્રીય બોલરો સરળતાથી ઉપલબ્ધ નથી. અમે સિરાજ સાથે દરેક સંભવિત પરિસ્થિતિની ચર્ચા કરી, તેને રિટેન કરવો કે રિલીઝ કરવો કે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવો. તે સીધો નિર્ણય નહોતો. અમે ભુવીને લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિરાજને ટીમમાં રાખવાથી તે મુશ્કેલ બન્યું હોત. કોઈ એક કારણ નથી, આમાં ઘણા પરિબળો ભૂમિકા ભજવે છે.’

કેમેરોન ગ્રીનને આ કારણે રિટેન ન કર્યો

આ સાથે, બોબાટે એ પણ ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ફક્ત ઈજાને કારણે રિટેન કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું, ‘જો તે ફિટ હોત, તો અમે લગભગ ચોક્કસપણે તેને રિટેન કર્યો હોત.’

આ પણ વાંચો: 3 દેશ, 54 મેચ… 2027ના ODI વર્લ્ડ કપ માટે મોટી જાહેરાત, અહીં રમાશે મેચો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">