AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈભવ સૂર્યવંશી U-19 ટીમમાંથી કેમ ગાયબ ? BCCI નો એક એવો નિયમ, જેણે 15 વર્ષના યુવાનું પત્તું કાપ્યું

ઓસ્ટ્રેલિયા સામેની આગામી અંડર-19 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. એવામાં ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે, અદ્ભુત ફોર્મમાં હોવા છતાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યો? આ નિર્ણય પાછળ BCCI નો એક એવો કડક નિયમ છે કે, જેના કારણે વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ પણ અગાઉ રમી શક્યા ન હતા.

વૈભવ સૂર્યવંશી U-19 ટીમમાંથી કેમ ગાયબ ? BCCI નો એક એવો નિયમ, જેણે 15 વર્ષના યુવાનું પત્તું કાપ્યું
Image Credit source: Getty Images
| Updated on: Aug 28, 2026 | 5:52 PM
Share

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતનો ઉભરતો ક્રિકેટર છે. તેને હાલમાં જ ઇંગ્લેન્ડમાં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી. તે ભારત માટે અત્યાર સુધી કુલ 6 T20I મેચ રમી ચૂક્યો છે. તેમ છતાંય ઓસ્ટ્રેલિયા સામે થનારી આગામી અંડર-19 સિરીઝમાં તેની પસંદગી કરવામાં આવી નથી.

ખાસ વાત એ છે કે, વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વયને ટીમમાં જોડવામાં આવ્યા છે. હવે દરેકના મનમાં એક સવાલ એ છે કે, વૈભવ હજુ માત્ર 15 વર્ષનો છે, તેમ છતાં તેને અંડર-19 ટીમમાં સ્થાન કેમ નથી મળ્યું? જો કે, વૈભવની પસંદગી ન થવા પાછળ BCCI નો એક કડક નિયમ છે.

શું કહે છે BCCI ના નિયમો?

BCCI એ વર્ષ 2016 માં એક નિયમ બનાવ્યો હતો. નિયમ અનુસાર, એક ખેલાડી પોતાના જીવનમાં માત્ર એક જ વાર અંડર-19 વર્લ્ડ કપ રમી શકે છે. આનો અર્થ એ છે કે, જો કોઈ ખેલાડી 15 કે 17 વર્ષની નાની ઉંમરે જ એક વાર અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે, તો 19 વર્ષનો થાય તે પહેલાં ફરીથી વર્લ્ડ કપ આવવા છતાં પણ તેની ટીમમાં પસંદગી કરવામાં આવશે નહીં, ભલે ઉંમરના હિસાબે તે રમવા માટે યોગ્ય જ કેમ ન હોય. આ નિયમના કારણે વોશિંગ્ટન સુંદર વર્ષ 2018 માં U-19 વર્લ્ડ કપ રમી શક્યો ન હતો.

વર્ષ 2026 માં અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે ‘Vaibhav Sooryavanshi’

વૈભવ સૂર્યવંશી પહેલાથી જ વર્ષ 2026 માં અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે અને BCCI ના નિયમોના કારણે તે ફરીથી આ રમી શકે નહીં. આ જ કારણ છે કે, સિલેક્ટર્સે તેને આ વખતે અંડર-19 ટીમમાં જોડ્યો નથી. ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ 18 સપ્ટેમ્બરથી ભારતનો પ્રવાસ કરશે.

આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે રાજકોટમાં 18, 21 અને 23 સપ્ટેમ્બરના રોજ ત્રણ વન-ડે મેચ રમાશે. આ પછી બે લાંબી (મલ્ટી-ડે) મેચ રમાશે, જેમાં પહેલી મેચ 27 થી 30 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં અને બીજી મેચ 5 થી 8 ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ‘B’ ગ્રાઉન્ડમાં થશે.

IND vs SL : 50.5 ઓવરમાં ફસાઈ ગઈ ટીમ ઈન્ડિયા, વર્ષો જૂની નબળાઈને કારણે ક્લીન સ્વીપની તક ગુમાવી

Follow Us
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
g clip-path="url(#clip0_868_265)">