ગૌતમ ગંભીર કેમ હંમેશા ગંભીર રહે છે ? હેડ કોચે પોતે જ ખોલ્યું રહસ્ય- જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનું મોટું નિવેદન. ગંભીરે જણાવ્યું કે કેમ તે ડગઆઉટમાં ગંભીર ચહેરો રાખીને બેસે છે.

ગૌતમ ગંભીર કેમ હંમેશા ગંભીર રહે છે ? હેડ કોચે પોતે જ ખોલ્યું રહસ્ય- જાણો
| Updated on: Mar 11, 2026 | 4:02 PM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ હવે T20 વર્લ્ડ કપ પર પણ કબજો મેળવ્યા પછી ગંભીર અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, ગ્રાઉન્ડ પર ગંભીરના ચહેરા પર ભાગ્યે જ સ્મિત જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે અવારનવાર ચર્ચાઓ થતી હોય છે, ત્યારે હવે ખુદ ગંભીરે આનું અસલી કારણ મીડિયા સમક્ષ રજૂ કર્યું છે.

દબાણ એટલું કે હસવું કોને ગમે?

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ગંભીરને તેમના ‘નો સ્માઈલ’ લૂક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ઘણો રસપ્રદ જવાબ આપ્યો. ગંભીરે કહ્યું, “જ્યારે તમે ડગઆઉટમાં બેઠા હોવ છો ત્યારે ઘણું બધું દાવ પર લાગેલું હોય છે. એટલું દબાણ હોય છે કે તમે ઈચ્છો તો પણ હસી શકતા નથી. આખરે હસવું કોને ન ગમે? દરેકને હસવું ગમે છે, પણ મારી જવાબદારી મને ગંભીર રાખે છે.”

હારવું એ કોઈ વિકલ્પ નથી

ભારતીય ફેન્સની અપેક્ષાઓ વિશે વાત કરતા ગંભીરે સ્પષ્ટ કર્યું કે ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, લાગણી છે. તેમણે કહ્યું, “દુર્ભાગ્યની વાત એ છે કે ભારતમાં હારવું એ કોઈ વિકલ્પ નથી. ફેન્સ હંમેશા જીત ઈચ્છે છે. તમે આખી જિંદગી કોઈ એક લક્ષ્ય પાછળ મહેનત કરો છો, પણ સ્પોર્ટ્સમાં વળતર મળશે જ એની કોઈ ગેરંટી નથી હોતી.”

શેરબજાર જેવું નથી ક્રિકેટ

ગંભીરે આગળ ઉમેર્યું કે, “આ કોઈ શેરબજાર નથી કે તમે રોકાણ કર્યું અને તમને રિટર્ન મળશે જ. અમે દોઢ વર્ષ સુધી સખત મહેનત કરી અને જો અમે સેમીફાઈનલમાં હારી ગયા હોત તો પરિણામ શૂન્ય ગણાયું હોત. સ્પોર્ટ્સ બીજા વ્યવસાયો કરતા ખૂબ જ અલગ અને પડકારજનક છે, જેના કારણે તમારે દરેક પળે સતર્ક અને ગંભીર રહેવું પડે છે.”

ગૌતમ ગંભીરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયાના વિજય રથને આગળ વધારવા માટે તેઓ પોતાના વ્યક્તિત્વ કરતા ટીમના પરિણામને વધુ મહત્વ આપે છે.

Low Electricity Bill: ઉનાળામાં AC અને પંખાના વપરાશ છતાં વીજળીનું બિલ આવશે ઓછું! અપનાવો આ સરળ રીત, વાંચવા માટે અહીં ક્લિક કરો