બુમરાહની ઈજા પછી અભિનેતા બોબી દેઓલ કેમ ટ્રેન્ડમાં છે, જુઓ શાનદાર વીડિયો

|

Sep 30, 2022 | 12:24 PM

જસપ્રીત બુમરાહ પીઠના તણાવને કારણે દક્ષિણ આફ્રિકા T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ફાસ્ટ બોલર પણ T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર હોવાનું માનવામાં આવે છે.

બુમરાહની ઈજા પછી અભિનેતા બોબી દેઓલ કેમ ટ્રેન્ડમાં છે, જુઓ શાનદાર વીડિયો
બુમરાહની ઈજા પછી અભિનેતા બોબી દેઓલ કેમ ટ્રેન્ડમાં છે. જુઓ શાનદાર વિડીયો
Image Credit source: AFP

Follow us on

Bobby Deol : ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ચાહકોને ગુરુવારના રોજ મોટો ઝટકો લાગ્યો છે. એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે, જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને બેક સ્ટ્રેસ ફ્રૅક્ચર છે. જેના કારણે તેને 4 થી 6 મહિના માટે ક્રિકેટના મેદાનથી દુર રહેશે. શુક્રવાર સવારે બીસીસીઆઈએ જાણકારી આપી કે, જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકા ટી 20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ પર વિશે આવેલા આ સમાચાર બાદ અભિનેતા બોબી દેઓલ (Bobby Deol ) સોશિયલ મીડિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

એવું તો શું થયુ કે, બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ અચાનક અભિનેતા બોબી દેઓલની વાત થવા લાગી રહી છે. તેનું કારણ છે બોબી દેઓલનો એક વીડિયો જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ક્રિકેટ મેચનો છે જ્યાં બોબી દેઓલ બોલિંગ કરી રહ્યો છે. આ વીડિયોમાં બોબી દેઓલનું રીએક્શન સામે આવ્યું છે ચાહકો તેની તુલના જસપ્રીત બુમરાહ સાથે કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

બોબી દેઓલનું એક્શન બુમરાહ જેવું

તમને જણાવી દઈએ કે,બોલિગનો આ વીડિયો સેલિબ્રેટિ લીગનો છે જ્યાં કેટલીક મેચ રમાઈ રહી છે. જેમાં બોબી દેઓલની બોલિગ એક્શન ચાહકો વચ્ચે ખુબ પોપ્યુલર છે અને કેટલાકો તો જસપ્રીત બુમરાહ પણ કહ્યો છે. બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ ચાહકો નિરાશ જરુર થયા છે પરંતુ કેટલાક લોકો મસ્તી -મજાકના મુડમાં પણ છે. જેના માટે તે સોશિયલ મીડિયા પર સલાહ આપી રહ્યા છે કે, બોબી દેઓલને ટી20 વર્લ્ડકપ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

મોહમ્મદ સિરાજને તક

જસપ્રીત બુમરાહ  ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી છે. BCCI એ શુક્રવારે આ અંગે જાહેરાત કરી. સિરાજ દક્ષિણ આફ્રિકા સામેની બાકીની 2 T20 મેચમાં જોવા મળશે. બીજી મેચ ગુવાહાટીમાં અને ત્રીજી મેચ ઈન્દોરમાં રમાશે. બુમરાહે સિરીઝની શરૂઆત પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

Next Article