
રવિન્દ્ર જાડેજા ફિટ છે અને શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. આ દરમિયાન, તેનો અને વૈભવ સૂર્યવંશીનો IPL 2026 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજસ્થાન રોયલ્સના આ બંને ખેલાડીઓ રેપિડ ફાયર રાઉન્ડમાં સવાલોના જવાબ આપી રહ્યા છે. જેમાં બંનેને પૂછવામાં આવેલ એક પ્રશ્ન એ હતો કે તેઓ કયા બોલરથી સૌથી વધુ ડરે છે.
આ પ્રશ્ન શરૂઆતમાં IPL વિશે હતો, અને જવાબમાં રવિન્દ્ર જાડેજાએ જોફ્રા આર્ચરનું નામ લીધું. જોકે, પછી આંતરરાષ્ટ્રીય સ્તરે કયા બોલરથી ડરે છે એમ પૂછવામાં આવ્યું ત્યારે પણ રવિન્દ્ર જાડેજાએ જોફ્રા આર્ચરનું જ નામ લીધું હતું.
રવિન્દ્ર જાડેજા પછી વૈભવ સૂર્યવંશીને પ્રશ્ન પૂછવાનો વારો હતો. વૈભવ સૂર્યવંશીને પણ એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો: તું કયા બોલરથી ડરે છે? અને વૈભવ સૂર્યવંશીએ જવાબ આપ્યો, “કોઈ નહીં.” રવિન્દ્ર જાડેજાએ તરત જ વૈભવના જવાબને વધુ રસપ્રદ બનાવ્યો. તેણે કહ્યું, “આવો કોઈ માર્કેટમાં આવ્યો જ નથી.”
From Vaibhav being starstruck the first time he met Ravindra Jadeja to the two becoming best friends in Pink. Only the IPL could write this story pic.twitter.com/7CA4Ze96sG
— Rajasthan Royals (@rajasthanroyals) July 29, 2026
ઝડપી રમત દરમિયાન વૈભવ સૂર્યવંશી અને રવિન્દ્ર જાડેજાને કેટલાક વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે તેઓ કેવી રીતે બેટિંગ કરવાનું પસંદ કરે છે. જેનો જવાબ આપતા વૈભવ સૂર્યવંશી ખે છે કે તેને નિર્ભય રીત બેટિંગ કરવી પસંદ છે. જ્યારે રવિન્દ્ર જાડેજા ખે છે કે તેને પરિપક્વતાથે બેટિંગ કરવાનું પસંદ છે.
વૈભવ સૂર્યવંશીનો બેટિંગ પ્રત્યેનો નિર્ભય અભિગમ સ્પષ્ટ થઇ ગયો છે. બધાએ IPL 2026માં તે જોયું જ છે, અને હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશી 151 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.