Asia Cup 2023 પાકિસ્તાનને બદલે ક્યાં યોજાશે? સ્થળને લઈ આ દેશ પર ઉતરી શકે છે પસંદગી

|

Feb 05, 2023 | 11:48 AM

પાકિસ્તાન સપનાઓ જોઈ રહ્યુ હતુ કે, એશિયા કપનુ આયોજન પોતાની ધરતી પર થાય અને જેમાં એશિયન ટીમો હિસ્સો લેવા પ્રવાસ ખેડે. પરંતુ ભારતે પહેલાથી જ પાકિસ્તાન પ્રવાસ નહીં ખેડવાની સ્પષ્ટતા કરી હતી.

Asia Cup 2023 પાકિસ્તાનને બદલે ક્યાં યોજાશે? સ્થળને લઈ આ દેશ પર ઉતરી શકે છે પસંદગી
Asia Cup 2023 ના સ્થળનો નિર્ણય માર્ચમાં થશે

Follow us on

પાકિસ્તાન માટે શનિવારનો દિવસ ખરાબ રહ્યો છે. કારણ કે શનિવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલની તત્કાળ બેઠકથી મોટા ઝટકાના સંકેત મળ્યા છે. પાકિસ્તાનને પોતાની જ ધરતી પર એશિયા કપ 2023નુ આયોજન કરવુ હતુ. આ સપનુ શનિવારે તુટી ગયુ છે. ભારતે પહેલાથી જ પાકિસ્તાનના પ્રવાસે ક્રિકેટ રમવા માટે જવાથી ના ભણી દીધી હતી. જેનાથી પાકિસ્તાન ભડક્યુ હતુ અને વિવાદ શરુ કર્યો હતો. જોકે હવે બહેરીનમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય થઈ ચુક્યો છે કે, પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવશે. જે સ્થળ આગામી મહિને જાહેર થઈ શકે છે.

હવે સવાલ એ થાય કે તટસ્થ સ્થળ કયુ હોઈ શકે કે જ્યાં એશિયા કપનુ આયોજન થઈ શકે છે. તો આ માટે અત્યારથી જ કયા દેશને યજમાની કરવાનો મોકો મળી શકે છે, તેની ચર્ચા શરુ થઈ ગઈ છે. જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલનુ હેડ ક્વાર્ટર ધરાવતા દેશને પણ મોકો મળી શકે છે.

યુએઈ કે શ્રીલંકા ક્યાં રમાશે એશિયા કપ?

આ વર્ષે વનડે વિશ્વ કપ રમાનારો છે. આમ વિશ્વકપના વર્ષમાં એ પહેલા જ એશિયન ટીમો એક બીજા સામે વનડે ટૂર્નામેન્ટમાં ટકરાશે. એશિયા કપ આ વખતે વનડે ફોર્મેટમાં રમાનાર છે. એશિયા કપનુ આયોજન પાકિસ્તાનમાં કરવા માટેનુ સપનુ પીસીબીનુ હતુ. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનુ સપનુ બહેરીનમાં યોજાયેલી બેઠકમાં રોળાઈ ગયુ છે. હવે પાકિસ્તાન પાસેથી ટૂર્નામેન્ટનુ યજમાન છિનવાઈ ગયુ છે. અને હવે આગામી માર્ચ મહિનામાં એશિયા કપ માટેના આયોજનનુ સ્થળ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાલમાં જે પ્રમાણે ચર્ચાઓ દોડાવાઈ રહી છે, એ મુજબ શ્રીલંકા અને યુએઈ પ્રથમ પંસદ બની શકે છે. વનડે ફોર્મેટમાં ટુર્નામેન્ટનુ આયોજન કરવાનુ હોઈ આ માટે 100 ઓવરની રમતને ધ્યાને રાખીને સ્થળ પસંદ કરવામાં આવશે. જેમાં શ્રીલંકા પ્રથમ પસંદ બની શકે છે. જ્યાં એશિયન ક્રિકેટ કાઉન્સિલનુ હેડક્વાર્ટર આવેલુ છે. યુએઈ અને શારજાહમાં પણ એશિયા કપનુ આયોજન થઈ શકે છે. ગત સિઝન અહીં જ રમાઈ હતી. આ સિવાય ટી20 વિશ્વકપ પણ યુએઈમાં રમાઈ ચુક્યો છે.

જય શાહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

એશિયા કપને લઈ મહત્વના મુદ્દાઓ પર બહેરીનમાં જય શાહની અધ્યક્ષતામાં યોજાયેલી એસીસીની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે. બેઠક બા મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ હતુ કે, આગામી માર્ચ મહિનામાં ક્યા દેશમાં એશિયા કપનુ આયોજન કરવામાં આવશે.

આ પહેલા પણ તાજેતરમાં નવા વર્ષે એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એશિયન ક્રિકેટનુ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ હતુ. જે જય શાહે જાહેર કરતા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભડક્યુ હતુ અને નિવેદન બાજી શરુ કરી દીધી હતી. જય શાહે જાહેર કરેલા એશિયન ક્રિકેટના શેડ્યૂલમાં એશિયા કપ 2023 ને સામેલ કર્યો હતો, પરંતુ તે ક્યાં અને ક્યારે યોજાશે એ સ્થળ અને તારીખ તેમાં દર્શાવી નહોતી.

 

 

Published On - 11:47 am, Sun, 5 February 23

Next Article