IND vs WI: ટીમ ઈન્ડિયા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટ શા માટે ખાસ છે? જાણો કારણ
વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચોની શ્રેણી સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સાયકલમાં તેના અભિયાનની શરૂઆત કરશે. સાથે જ આ સીરિઝમાં નવી ટીમ સાથે ટીમ ઈન્ડિયામાં નવા યુગની પણ શરૂઆત થશે, જેમાં અનેક યુવા ખેલાડીઓ ટીમનો ભાગ હશે.
આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ સિરીઝ ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ સિરીઝ સાથે ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના (WTC) નવા સાયકલમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટ બુધવારથી ડોમિનિકામાં રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં નવી ટીમ મેદાનમાં ઉતરશે. જ્યાં પ્રથમ ટેસ્ટમાં તેનો ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ હશે, જ્યારે શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે.
ટીમ ઈન્ડિયાની ભાવિ યોજના
દરેકની નજર આ સિરીઝ પર છે, કારણ કે ટીમ ઈન્ડિયા જે બદલાવ સાથે મેદાનમાં ઉતરશે તેને ટીમની ભાવિ યોજના માનવામાં આવી રહી છે. ટીમ પાસે પ્રયોગ કરવાની આ સારી તક પણ છે, કારણ કે વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે અને તે પછી ભારતને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમોના પડકારનો સામનો કરવો પડશે.
Hello from Windsor Park, Dominica 👋
All in readiness for the Test series opener 🙌
Let’s do this #TeamIndia 💪🏻 #WIvIND pic.twitter.com/rU3HLi2Xj2
— BCCI (@BCCI) July 12, 2023
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતનો રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 98 ટેસ્ટ રમાઈ છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝે 30માં જીત મેળવી છે, જ્યારે ભારતે 22માં જીત મેળવી છે. કુલ 46 મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં બંને દેશો વચ્ચે 51 વખત ટક્કર થઈ હતી. જેમાં વિન્ડીઝ 16 વખત અને ટીમ ઈન્ડિયા 9 વખત જીત્યું છે, જ્યારે 26 મેચ ડ્રો રહી હતી. 21મી સદીમાં ભારતે વિન્ડીઝ સામે 28 ટેસ્ટ મેચ રમી હતી. જ્યાં ભારતે 15 મેચ જીતી અને માત્ર 2 મેચ હારી છે. બંને વચ્ચે રમાયેલી છેલ્લી 5 ટેસ્ટ મેચમાં માત્ર એક મેચ ડ્રો રહી હતી અને ભારતે 4 મેચ મોટા માર્જિનથી જીતી છે.
WTCના નવા સાયકલની શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝ સીરિઝની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સાયકલમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ શ્રેણીમાં મેનેજમેન્ટ કેટલાક મોટા પ્રયોગો કરી રહ્યું છે, જે આવનારા સમયમાં ટીમ ઈન્ડિયામાં કાયમી જોવા મળી શકે છે. આ પછી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પણ સીરિઝ રમવાની છે.
Solid support for @ybj_19 and the youngsters in the squad 👏 👏@ShubmanGill to bat at No. 3 👍 👍
🎥 Snippets from #TeamIndia Captain @ImRo45‘s press conference ahead of the first #WIvIND Test 🔽 pic.twitter.com/idDJwh6Fn5
— BCCI (@BCCI) July 11, 2023
આ પણ વાંચો : Yashasvi Jaiswal: વિશ્વ ક્રિકેટ પર રાજ કરવા માટે બન્યો છે યશસ્વી, કદ થશે કોહલી જેવું ‘વિરાટ’ જાણો કેમ?
વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરિઝ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ આવતા વર્ષે જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા 2 ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકા જશે. તે પછી ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં જ 5 ટેસ્ટ મેચ માટે ભારત આવશે. બાંગ્લાદેશ પણ 2024માં સપ્ટેમ્બરમાં 2 ટેસ્ટ માટે ભારત આવશે. આ પછી ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સાથે ઘરઆંગણે 3 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આવતા વર્ષે ભારતનો છેલ્લો પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો હશે, જ્યાં તે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.