સૂર્યકુમાર યાદવની સૌથી મોટી તાકાત શું છે ? વિરાટ કોહલીએ 4 વસ્તુઓ ગણાવી હતી

|

Sep 26, 2022 | 4:14 PM

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20માં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિય સામેની ત્રણ મેચની શ્રેણી 2-1 થી જીતી લીધી. ભારતની પ્રથમ મેચમાં હાર થઇ હતી પછીથી શ્રેણીમાં વાપસી કરી ભારતે અંતિમ બે મેચ જીતી હતી.

સૂર્યકુમાર યાદવની સૌથી મોટી તાકાત શું છે ? વિરાટ કોહલીએ 4 વસ્તુઓ ગણાવી હતી
What are Suryakumar Yadav's strengths ? Virat Kohli pointed out 4 big things about Suryakumar Yadav

Follow us on

સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav)….. આ નામનો ડંકો ક્રિકેટની દુનિયામાં સતત ગુંજતો રહે છે. પીચ ગમે તેવી હોય, પ્રતિસ્પર્ધી કોઈ પણ હોય, સૂર્યકુમારને તેની પરવા નથી. સૂર્યકુમાર બોલને સંપૂર્ણ ન્યાય આપે છે અને તેની શાનદાર બેટીંગ અને ઝડપી શોટ વડે બોલને બાઉન્ડ્રી તરફનો રસ્તો બતાવે છે. એક તરફ, અન્ય બેટ્સમેનોનું ફોર્મ હવામાનની જેમ બદલાય છે પરંતુ સૂર્યકુમાર જેવો હતો તેવો જ છે. હૈદરાબાદમાં પણ સૂર્યકુમારે 36 બોલમાં 69 રન ફટકારીને બેટનો પાવર બતાવ્યો હતો, જેમાં તેણે મેચ વિનિંગ ઇનિંગ દરમિયાન 5 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે સૂર્યકુમાર યાદવ આવી ઈનિંગ્સ કેવી રીતે રમે છે તો પૂર્વ કેપ્ટને સૂર્યકુમાર યાદવની ચાર શક્તિઓ જણાવી હતી.

સૂર્યકુમાર યાદવની પહેલી તાકાત

હૈદરાબાદમાં જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું કે સૂર્યકુમાર યાદવની સૌથી મોટી તાકાત તેનું મનોબળ છે. વિરાટ કોહલીએ કહ્યું કે તેના મનમાં સ્પષ્ટ છે કે તેણે શું કરવાનું છે. તે તેની ભૂમિકા સારી રીતે જાણે છે અને તે કોઈપણ પરિસ્થિતિમાં તેની ભૂમિકા ભજવી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સૂર્યકુમાર યાદવની બીજી તાકાત

વિરાટ કોહલીએ કહ્યું કે સૂર્યકુમાર યાદવની બીજી તાકાત તેનો દબાણમાં પણ શ્રેષ્ઠ રમત રમવાનો અનુભવ છે. વિરાટે કહ્યું, સૂર્યકુમાર કોઈપણ પરિસ્થિતિમાં રમી શકે છે. તેણે ઈંગ્લેન્ડમાં સદી ફટકારી, એશિયા કપમાં સારી બેટિંગ કરી. એકંદરે વિરાટ કોહલી કહેવા માંગતો હતો કે સૂર્યકુમાર યાદવ દબાણમાં ગેમને આગળ કેવી રીતે વધારવું તે યોગ્ય રીતે જાણે છે.

 

 

સૂર્યકુમાર યાદવની ત્રીજી તાકાત

વિરાટ કોહલીએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ પાસે ઘણા શોટ્સ છે અને તે જાણે છે કે કયો શોટ ક્યારે રમવો જોઇએ. વિરાટે કહ્યું, સૂર્યકુમાર યાદવ પાસે ટાઇમિંગ પણ છે અને તે જાણે છે કે કયો શોટ ક્યારે રમવો જોઇએ.

સૂર્યકુમાર યાદવની ચોથી તાકાત

સૂર્યકુમાર યાદવની ચોથી તાકાત વિશે, વિરાટ કોહલીએ કહ્યું કે તે સૂર્યકુમારનો પોતાના પર વિશ્વાસ છે. વિરાટ કોહલીએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ તેની રમતને સારી રીતે જાણે છે. દેખીતી રીતે આ જ કારણ છે કે ક્રિકેટની દુનિયામાં સૂર્ય ચમકી રહ્યો છે. જો કે, સૂર્યકુમાર યાદવનું ફૂટવર્ક પણ તેની મોટી તાકાત છે. તેની પાસે એક જ બોલને જુદી જુદી દિશામાં રમવાની ક્ષમતા છે.

 

Next Article