AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરના ઈંડા ચીતરવા ન પડે….સેહવાગના દીકરાએ ડેબ્યુ મેચમાં ધમાલ મચાવી, જુઓ વીડિયો

દિલ્હી પ્રીમિયર લીગ 2025ની 39મી મેચ ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વીરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીર સેહવાગને ડેબ્યુ કરવાની તક મળી અને પહેલી જ મેચમાં છવાયો હતો.

મોરના ઈંડા ચીતરવા ન પડે....સેહવાગના દીકરાએ ડેબ્યુ મેચમાં ધમાલ મચાવી, જુઓ વીડિયો
| Updated on: Aug 28, 2025 | 2:22 PM
Share

વીરેન્દ્ર સેહવાગસેહવાગનો મોટો દીકરો આર્યવીર સહવાગે દિલ્હી પ્રીમિયર લીગ 2025માં પોતાનું ડેબ્યુએ બધાનું ધ્યાન ખેચ્યું છે.લાંબા સમય બાદ સહવાગ સરનેમ ફરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચર્ચામાં આવી હતી પરંતુ આ વખતે વીરેન્દ્ર સેહવાગ નહી પરંતુ તેનો દીકરો આર્યવીર હતો. જેમણે પોતાની પહેલી જ ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ખાસ વાત એ છે કે, આર્યવીરે પોતાના પિતાના અંદાજમાં વિસ્ફોટક બેટિંગ કરી અને ઈન્ટરનેશનલ બોલરો વિરુદ્ધ રન બનાવ્યા હતા.

આર્યવીર સેહવાગનું ધમાકેદાર ડેબ્યુ

દિલ્હી પ્રીમિય લીગ 2025ની 39મી મેચ ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ટીમ વચ્ચે રમાઈ હતી.આર્યવીરને આ મેચમાં ઢુલના સ્થાને રમવાની તક મળી છે. જે દીલીપ ટ્રોફીનો ભાગ બનવા માટે કેપ છોડી ચાલ્યો ગયો હતો. સેન્ટ્રલ દિલ્હી કિંગસ તરફથી તેમણે આ મેચમાં ઓપનિંગ કરી અને 16 બોલ પર 22 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 4 ચોગ્ગા પણ સામેલ છે. તેમણે પોતાના ચોથા બોલ પર થર્ડ મેન પર એક રન લઈ રમતની શરુઆત કરી હતી.ત્યારબાદ અનુભવી બેટ્સમેન નવદીપ સૈની વિરુદ્ધ વિસ્ફોટક બેટિંગ કરી હતી.

આર્યવીર સેહવાગે સૈનીના પહેલા બોલ પર ડીપ એકસ્ટ્રા કવર ઉપર ચોગ્ગો ફટકાર્યો હતો. 17 વર્ષનો આર્યવીર આ પહેલા વીનુ માંકડ ટ્રોફીમાં ડેબ્યુ કરી 49 રન બનાવ્યા હતા. ત્યારે કોચ બિહાર ટ્રોફીમાં મેધાલય વિરુદ્ધ 229 બોલ પર અણનમ 200 રન અને ત્યારબાદ 309 બોલ પર 297 રન બનાવી ચર્ચામાં છે. આ પ્રદર્શનોએ તેમને ડીપીએલ ઓક્શનમાં એક ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત કર્યો હતો.

સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે તેને 8 લાખમાં ખરીદ્યો

17 વર્ષીય આર્યવીર સેહવાગને આ સિઝનમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે 8 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ તેની પાવર-હિટિંગ બેટિંગ વિશે પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તેમની તોફાની બેટિંગ માટે જાણીતા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર વીરેન્દ્ર સેહવાગ હાલમાં કોમેન્ટ્રી કરતા જોવા મળે છે, જ્યારે તેમનો પુત્ર આર્યવીર સેહવાગ હાલમાં દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025 માં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સનો ભાગ છે.

Virender Sehwag FamilyTree : 20 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે વીરેન્દ્ર સેહવાગ અને આરતી! જુઓ પરિવાર અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">