Virender Sehwag નો ખુલાસો, ધોનીએ ટીમમાંથી પડતો મુક્યો ત્યારે વન-ડે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું, સચિન તેંડુલકરની સલાહથી બદલ્યો નિર્ણય

|

Jun 01, 2022 | 2:30 PM

Virender Sehwag on MS Dhoni: વીરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) ઓક્ટોબર 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. નિવૃત્તિના લગભગ 7 વર્ષ બાદ તેણે કેટલાક મહત્વના ખુલાસા કર્યા. તેણે જણાવ્યું કે કેવી રીતે સચિને (Sachin Tendulkar) તેની કારકિર્દી બચાવી.

Virender Sehwag નો ખુલાસો, ધોનીએ ટીમમાંથી પડતો મુક્યો ત્યારે વન-ડે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું, સચિન તેંડુલકરની સલાહથી બદલ્યો નિર્ણય
Virender Sehwag and MS Dhoni (File Photo)

Follow us on

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ગણાતા ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા કુલ 7 વર્ષ થવા જઈ રહ્યા છે. ઓક્ટોબર 2015 માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) થી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. વર્ષો બાદ તેણે કેટલીક મહત્વની બાબતોનો ખુલાસો કર્યો છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે જ્યારે એમએસ ધોનીએ તેને વર્ષ 2008 માં ઓસ્ટ્રેલિયા ટૂરમાં ભારતની વન-ડે ટીમમાં સ્થાન ન આપ્યું ત્યારે તેણે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેણે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના કહેવા પર પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. વીરેન્દ્ર સેહવાગ 2011 ICC વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપવાળી ટીમનો ભાગ હતો.

ક્રિકબઝના શો ‘મેચ પાર્ટી’ પર તેણે કહ્યું, ‘2008 માં જ્યારે અમે ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે રિટાયરમેન્ટની વાત મારા મગજમાં આવી. મેં ટેસ્ટ શ્રેણીમાં પુનરાગમન કર્યું અને 150 રન બનાવ્યા હતા. વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં હું 3 મેચમાં સારો સ્કોર કરી શક્યો ન હતો. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ મને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. ત્યાર બાદ મારા મગજમાં વન-ડે ક્રિકેટ છોડવાનો વિચાર આવ્યો. પછી મેં વિચાર્યું કે હું માત્ર ટેસ્ટ ક્રિકેટ રમીશ.’

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ટ્રાઇ સીરિઝ સહેવાગ માટે ખાસ રહી ન હતી

કોમનવેલ્થ બેંક ટ્રાઇ સિરીઝમાં 10 માંથી 5 મેચ રમીને વીરેન્દ્ર સેહવાગે અનિલ કુંબલે (Anil Kumble) ની કેપ્ટનશિપ હેઠળ ટેસ્ટ શ્રેણીમાં જબરદસ્ત વાપસી કરી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા યજમાન હતું. તો ત્રીજી ટીમ શ્રીલંકાની હતી. પ્રથમ ચાર મેચમાં સેહવાગે 6, 33, 11 અને 14 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. સેહવાગે લીગ મેચોમાં પુનરાગમન કર્યું હતું. પરંતુ તેણે 14 રન બનાવીને ફરી એકવાર નિરાશ કર્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વીરેન્દ્ર સહેવાગને સચિન તેંડુલકરે આપી ઉપયોગી સલાહ

ટીમ ઇન્ડિયાના પુર્વ દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) એ કહ્યું, ‘તે સમયે સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ મને રોક્યો હતો. તેણે મને કહ્યું કે, આ તારી કારકિર્દીનો ખરાબ તબક્કો છે. બસ રાહ જુઓ અને આ પ્રવાસ બાદ ઘરે પાછા જાઓ. પછી તેના વિશે ઊંડાણપૂર્વક વિચારો અને પછી નક્કી કરો કે તમારે આગળ શું કરવું છે.’

Next Article