Virender Sehwag એ ખરાબ દિવસોને કર્યા યાદ, કહ્યુ ભૂલી જાઓ તેમ સૌ કોઇ કહેતુ હતુ, મદદ કરવા કોઇ નહોતુ આવતુ
વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની બેટીંગની લય જામતા જ, ભારતનુ પલડુ મજબૂત બનતુ જતુ હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સમયે બેટીંગ ધાક ઉભી કરનાર વિસ્ફોટક સહેવાગે પણ ખરાબ ફોર્મ થી પસાર થવુ પડ્યુ હતુ. સહેવાગે કહ્યુ હતુ કે, તમારામાં રહેલી ક્ષતીઓ બતાવવા વાળા ખૂબ લોકો હોય છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની બેટીંગની લય જામતા જ, ભારતનુ પલડુ મજબૂત બનતુ જતુ હતુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સમયે બેટીંગ ધાક ઉભી કરનાર વિસ્ફોટક સહેવાગે પણ ખરાબ ફોર્મ થી પસાર થવુ પડ્યુ હતુ. સહેવાગે કહ્યુ હતુ કે, તમારામાં રહેલી ક્ષતીઓ બતાવવા વાળા ખૂબ લોકો હોય છે. પરંતુ તેને સુધારી કેવી રીતે શકાય તેમ બતાવનારા ખૂબ ઓછા હોય છે. સહેવાગે ત્રણ એવા ક્રિકેટરોના નામ કહ્યા કે જેમણે તેના ખરાબ સમયે મદદ કરી હતી. સહેવાગે કહ્યુ 1992માં સચિન તેંડૂલકર (Sachin Tendulkar) ને ટીવીમાં જોઇ કોપી કરતો હતો.
સહેવાગે કહ્યુ હતુ કે, ભુલોને નિકાળનારા તો ખૂબ લોકો આવ્યા હતા. જોકે મારી મદદ કરવા માટે કોઇ નહોતા આવ્યા. દરેક જણ કહેતુ હતુ કે, મારા ફુટવર્ક (footwork) ને સારુ કરવાની જરુર છે. કોઇએ એમ ના બતાવ્યુ કે, કેવી રીતે. ત્યારે મન્સૂર અલીખાન પટૌડી, સુનિલ ગાવાસ્કર અને કૃષ્ણામચારી શ્રીકાંતે લોગ સ્ટંપ ને બદલે મીડલ ને ઓફ ગાર્ડ લેવાની સલાહે મને ખૂબ મદદ કરી હતી.
આગળ વાત કરતા કહ્યુ, ક્રિકેટ ને મેદાન પર રમવામાં આવે છે, પરંતુ શિખવુ ખૂબ પડે છે. જો હું મારુ ઉદાહરણ આપુ તો, વર્ષ 1992 ના વિશ્વકપ થી ક્રિકેટને જોવી શરુ કરી હતી. તે સમયે હું ટીવી પર સચિન તેંડૂલકર (Sachin Tendulkar) ને જોઇને કોપી કરતો હતો. તેઓ કેવી રીતે સ્ટ્રેઇટ ડ્રાઇવ રમે છે, કેવી રીતે બેકફુટ પંચ લગાવે છે. જો 1992માં હું ટીવી પર જોઇ ને શીખી શકતો હતો, તો કેમ નહી.
અમારા સમયમાં આજ જેવુ નહોતુ-સહેવાગ
વિરેન્દ્ર સહેવાગ એ કહ્યુ, જો આજ જેવી તેમની પાસે સુવિધા હોત તો, તેઓ વધારે વહેલા ભારત તરફ થી રમતો હોત. આજના સમયમાં તે સૌના વિડીયો હાજર છે, જેને આપણે પસંદ કરીએ છીએ. એબી ડિવિલીયર્સ, બ્રાયન લારા અને વિરેન્દ્ર સહેવાગ તેમજ કોઇ અન્ય પણ. અમારા સમયમાં આવા વિડીયો નહોતા મળી રહ્યા.
જો અમારા સમયે પોતાના ફેવરીટ ના વિડીયો જોઇ શકતા અને તેમની સાથે ઓનલાઇન વાતો કરી શકતા હોત તો આસાન હતુ. જો એમ હોત તો, કદાચ હું વધારે સારુ શીખી શકતો અને ભારત તરફ થી રમવાનો મોકો પણ વધારે વહેલો મેળવી લીધો હોત.