Virender Sehwag એ ભારતીય ટીમમાં સમાવેશ થવા પહેલા આકરી કસોટી પાર કરવી પડી હતી, કોચીંગ મેળવવા જતા 4 બોલ માટે 3 દિવસ લાઇનમાં રહેવુ પડ્યુ હતુ

Virender Sehwag Birthday: ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ 43 વર્ષના થઈ ગયા છે. 2 ત્રેવડી સદી ફટકારનાર સેહવાગ એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. જાણો સહેવાગની કહાની

Virender Sehwag એ ભારતીય ટીમમાં સમાવેશ થવા પહેલા આકરી કસોટી પાર કરવી પડી હતી, કોચીંગ મેળવવા જતા 4 બોલ માટે 3 દિવસ લાઇનમાં રહેવુ પડ્યુ હતુ
Virender Sehwag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:05 PM

23 ટેસ્ટ સદી, 15 વનડે સદી, ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી, વનડેમાં બેવડી સદી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજારથી વધુ રન. આ આંકડા ભારતના મહાન બેટ્સમેનોમાંથી એક વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ના છે,. જેણે પોતાની તોફાની બેટિંગથી એક દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું. સેહવાગ અને તેના ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આજે આ તોફાની ઓપનરનો જન્મદિવસ છે. 20 ઓક્ટોબર, 1978 ના રોજ દિલ્હીમાં જન્મેલા વિરેન્દ્ર સહેવાગ આજે 43 વર્ષના થઈ ગયા છે.

સહેવાગે ભારત માટે 104 ટેસ્ટ, 251 વનડે અને 19 T20 મેચ રમી છે. આ ઉપરાંત, તે 2007 માં T20 વર્લ્ડ કપ (T20 World Cup) અને 2011 માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. સહેવાગે પોતાની કારકિર્દીમાં દરેક ક્રિકેટર જે સપનું જોતો હોય છે, બધું પ્રાપ્ત કર્યું છે. જોકે, આ દિગ્ગજ ક્રિકેટરને સફળતા મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાલો તમને સહેવાગના સંઘર્ષ વિશે જણાવીએ….

વિરેન્દ્ર સહેવાગનો જન્મ દિલ્હીની હદમાં નજફગઢમાં થયો હતો અને એ જ વિસ્તારમાં આવેલી સર માઉન્ટ ક્લબમાં ક્રિકેટની શરૂઆત કરી હતી. કોચ શશી કાલે હતા અને તેમણે 2-3 નેટ સેશનમાં સહેવાગની પ્રતિભાને ઓળખી હતી. તેમણે સેહવાગને વિકાસપુરીની સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મોકલ્યા જ્યાં એએન શર્મા કોચ હતા. એ.એન. શર્મા તે સમયે શાળાના રાષ્ટ્રીય પસંદગીકાર પણ હતા. રસપ્રદ વાત એ છે કે, એએન શર્માએ સહેવાગને 3 દિવસ સુધી લાઈનમાં ઉભો રાખ્યો હતો.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ન તો તેને બેટ આપ્યો અને ન તો તેને બોલિંગ કરવા આપી. જ્યારે ચોથા દિવસે સેહવાગ ત્યાં પહોંચ્યો ત્યારે તેને 4 બોલ રમવાની તક મળી અને તેને બહાર બોલાવી લેવામાં આવ્યો હતો. સહેવાગે એએન શર્માને પૂછ્યું કે તેને ત્રણ દિવસ સુધી બેટિંગ કરવાની તક કેમ ન મળી? એ.એન. શર્માએ સહેવાગને જવાબ આપ્યો કે તે તેની ધીરજની પરીક્ષા આપી રહ્યો હતો. જેમાં તે પાસ થયો છે. સેહવાગને ચાર બોલ બાદ બહાર કરવામાં આવ્યો હતો, કારણ કે એએન શર્માએ તેના ટેલેન્ટને ઓળખી લીધુ હતુ.

સહેવાગે 17 સિક્સર ફટકારીને પોતાના ટેલેન્ટને સાબિત કર્યુ હતુ

સહેવાગે જામિયા મિલિયા ઇસ્લામિયામાં એડમિશન લીધું અને ત્યાંથી તે મદ્રાસ ક્લબમાં ગયો હતો. ત્યાંના કોચ સતીશ શર્મા હતા અને તેમને આશ્ચર્ય થયું કે સહેવાગે અત્યાર સુધી અંડર-19 ક્રિકેટ કેમ નથી રમી. સહેવાગે તેમને કહ્યું કે અંડર-19 ટ્રાયલમાં તે ક્યારેય પસંદ થયો નથી. આ પછી, સતીશ શર્માએ દિલ્હી અંડર-19 ઇલેવન અને જામિયા ઇલેવન વચ્ચે મેચનું આયોજન કર્યું.

સતીશ શર્માએ સહેવાગને કહ્યું કે આ તેની પહેલી અને છેલ્લી તક છે, જેમાં તેણે પોતાની જાતને સાબિત કરવી પડશે. સહેવાગે તે મેચમાં 17 સિક્સર ફટકારી હતી. જે તમામ છગ્ગા યુનિવર્સીટીની પાર પડ્યા હતા. સેહવાગે 150 થી વધુ રન બનાવ્યા હતા અને DDCA એ સહેવાગની પ્રતિભાને માન્યતા આપી હતી. 1997 માં દિલ્હીની ટીમમાં સહેવાગની પસંદગી કરવામાં આવી હતી.

શ્રીકાંતે સેહવાગને અંડર-19 ટીમમાં પસંદ કરાયો

ભારતના પૂર્વ ઓપનર કે.શ્રીકાંતે સેહવાગને અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં પસંદ કર્યો હતો. સેહવાગની 75 રનની ઇનિંગ્સ નોર્થ ઝોન માટે રમતા જોઈને તે ખૂબ પ્રભાવિત થયો હતો. એ જ ઇનિંગ્સના કારણે શ્રીકાંતે તેને ટીમમાં તક આપી. સેહવાગે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક વ્યક્તિએ તેને અંડર-19 ટીમમાં પસંદ કરવા માટે તેના પૈસા પણ માંગ્યા હતા, પરંતુ તેણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

જોકે, શ્રીકાંતે સેહવાગને અંડર-19 ટીમમાં તક આપવાનું મન બનાવી લીધું હતું. શ્રીકાંતને સેહવાગમાં વિવ રિચાર્ડ્સની ઝલક હતી. સહેવાગે 1999 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, તે પણ પાકિસ્તાન સામે. સેહવાગે આ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી, તેની કારકિર્દીમાં ઉતાર -ચઢાવ આવ્યા હતા. પરંતુ સેહવાગની કારકિર્દી સમાપ્ત થતાં સુધીમાં તેણે ભારતના મહાન બેટ્સમેનોમાં પોતાનું નામ પ્રસ્થાપિત કરી લીધું હતું.

સ્મિથ-મેક્સવેલની સારી ભાગીદારી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. ઓફ સ્પિનર ​​આર અશ્વિને તેની પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નરને આઉટ કર્યો અને તે પછી તેણે મિશેલ માર્શની વિકેટ પણ લીધી. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચને આવતાં જ પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો. સ્ટીવ સ્મિથે માંડ માંડ ઓસ્ટ્રેલિયન ટીમને બેઠી કરી અને બંનેએ ચોથી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. સ્ટીવ સ્મિથ સાવધાનીપૂર્વક રમતો જોવા મળ્યો હતો. પરંતુ મેક્સવેલે પોતાની શૈલીમાં રિવર્સ સ્વીપ રમીને ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા.

જ્યારે મેક્સવેલ ખતરનાક સાબિત થઈ રહ્યો હતો, ત્યારે રાહુલ ચાહરે તેને બોલ્ડ કરીને ભારતીય ટીમને વાપસી કરાવી હતી. જોકે, આ પછી માર્કસ સ્ટોઈનિસે આવતાની સાથે જ બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાની ટીમને 150 થી આગળ લઈ ગઈ. સ્ટીવ સ્મિથ 48 બોલમાં 57 રન બનાવ્યા બાદ ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો, જ્યારે સ્ટોઈનિસે એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે, કે સ્ટોઈનિસે વરુણ ચક્રવર્તી સામે શાનદાર બેટિંગ કરી હતી.

રાહુલ-રોહિતે શાનદાર બેટિંગ કરી

153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ મજબૂત શરૂઆત કરી હતી. રાહુલે ક્રીઝ પર આવતાની સાથે જ ઝડપી શોટ રમ્યા હતા, જ્યારે રોહિતને સેટ થવામાં સમય લાગ્યો હતો. રાહુલે 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તે મોટો શોટ રમવા માટે એશ્ટન અગરનો શિકાર બન્યો. આ પછી ત્રીજા નંબરે આવેલા સૂર્યકુમાર યાદવે પણ સારી બેટિંગ કરી હતી. રોહિતે 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ ફોર્મમાં પરત ફર્યા અને અણનમ 38 રન બનાવ્યા. પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. હવે ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચ રમશે. મેચ પાકિસ્તાન સાથે થવાની છે અને ટીમ ઇન્ડિયા આ મોટી મેચ માટે એકદમ તૈયાર દેખાય છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વેસ્ટઇન્ડિઝને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાં અભિયાનનો પ્રારંભ કરતા પહેલા જ આ સ્ટાર ખેલાડી થઇ ગયો બહાર

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">