Virat Kohli: કોહલીની પુત્રીને બળાત્કારની ધમકી આપવાનો મામલો, મુંબઇ પોલીસે હૈદરાબાદથી યુવકની કરી ધરપકડ

ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમને પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર કોહલી (Virat Kohli) અને તેની પુત્રી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Virat Kohli: કોહલીની પુત્રીને બળાત્કારની ધમકી આપવાનો મામલો, મુંબઇ પોલીસે હૈદરાબાદથી યુવકની કરી ધરપકડ
Virat Kohli-Kane Williamson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:09 PM

ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup) માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ (Team India) ની હાર બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ભારતીય ખેલાડીઓ વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ટી-20 કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની 10 મહિનાની પુત્રી સામે બળાત્કારની ધમકીનો મામલો પણ સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી આ ધમકી બાદ હવે મુંબઈ પોલીસે (Mumbai Police) કાર્યવાહી કરીને એક આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે બુધવારે 10 નવેમ્બરે માહિતી આપી છે કે તેના સાયબર સેલે હૈદરાબાદથી એક આરોપીની ધરપકડ કરી છે, જેને મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે.

વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ બે મેચ હારી ગયા બાદ મોહમ્મદ શામી અને વિરાટ કોહલી વિશે ઘણા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કોહલીની 10 મહિનાની પુત્રી પર બળાત્કારની ધમકીથી આઘાત લાગ્યો હતો. આ પછી દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ મોકલીને કાર્યવાહીની માંગ કરી હતી. તે જ સમયે, મુંબઈ પોલીસની સાયબર સેલ પણ તેની તરફથી તપાસ કરી રહી હતી, જેમાં પોલીસને એક આરોપીની ધરપકડના સ્વરૂપમાં સફળતા મળી છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

હૈદરાબાદમાંથી 23 વર્ષના આરોપીની ધરપકડ

મીડિયા રિપોર્ટસમાં મુંબઈ પોલીસને ટાંકવામાં આવ્યુ છે કે, મુંબઈ પોલીસના સાયબર સેલે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં હાર બાદ ભારતીય ક્રિકેટરની પુત્રીને ઓનલાઈન બળાત્કારની ધમકી આપવાના મામલે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિની ઓળખ 23 વર્ષીય રામનાગેશ અલીબાથિની તરીકે થઈ છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.

પહેલા શામી, પછી કોહલી નિશાના પર

ભારતીય ટીમને વર્લ્ડ કપની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ઘણા ભારતીય ક્રિકેટરોને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ શામીને તેના ધર્મના આધારે નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શામીનો બચાવ કર્યો હતો અને ધર્મના આધારે ભારતીય ક્રિકેટરને ટાર્ગેટ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. ત્યારપછી બીજી જ મેચમાં ટીમને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ કોહલીની પુત્રીને લઈને સોશિયલ મીડિયા પર આવી ધમકીઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  ICC T20I Rankings: વિરાટ કોહલી રેન્કિંગમાં પછડાયો, કેએલ રાહુલને થયો ફાયદો, આફ્રીકન બેટસમેનોની લાંબી છલાંગ

આ પણ વાંચોઃ  Sanju Samson: સંજુ સેમસનની ટીમ ઇન્ડિયામાં પસંદગી નહી થતા ફેન્સ સોશિયલ મીડિયા પર ન્યાય માંગવા લાગ્યા, BCCI અને સિલેક્ટર પર લગાવ્યા ભેદભાવના આરોપ

g clip-path="url(#clip0_868_265)">