Sanju Samson: સંજુ સેમસનની ટીમ ઇન્ડિયામાં પસંદગી નહી થતા ફેન્સ સોશિયલ મીડિયા પર ન્યાય માંગવા લાગ્યા, BCCI અને સિલેક્ટર પર લગાવ્યા ભેદભાવના આરોપ
ન્યુઝીલેન્ડ અને ભારત (India vs New Zealand) વચ્ચે 17 નવેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. BCCI એ મંગળવારે આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી જેમાં સંજુ સેમસન (Sanju Samson)નું નામ નથી.
BCCIએ મંગળવારે આ મહિને યોજાનારી ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરી હતી. આ ત્રણ મેચોની સિરીઝ 17 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે આ શ્રેણી માટે કેટલાક નવા નામોને સ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારે સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) ના નામની ગેરહાજરીથી ચાહકો નિરાશ થયા હતા. આ શ્રેણી માટે ઋષભ પંત (Rishabh Pant) અને ઈશાન કિશન (Ishan Kishan) ને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેના કારણે બોર્ડે સંજુ સેમસનને બહારનો રસ્તો બતાવ્યો હતો.
BCCI એ આ શ્રેણી માટે ઘણા મોટા નામોને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ કારણોસર તેમની પ્રતિભા દર્શાવવા માટે ઘણા યુવા ચહેરાઓને પસંદ કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે સંજુ સેમસનના નામની ગેરહાજરી ચાહકોને ગળે ઉતરી રહી નથી. તેણે સોશિયલ મીડિયા પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ચાહકો માને છે કે બીસીસીઆઈ જે રીતે ઈશાન કિશન અને ઋષભ પંતનું સમર્થન કરે છે તે સંજુ સેમસનને સમર્થન આપતું નથી.
ફેન્સે સંજુ સેમસન માટે ટ્રેન્ડ શરૂ કર્યો
ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં સંજુ સેમસનની પસંદગી ન થવાને કારણે નારાજ ચાહકોએ સોશિયલ મીડિયા પર #justiceforsanjusamson (સંજુ સેમસન માટે ન્યાય) ટ્રેન્ડ કર્યો હતો. ચાહકોએ બીસીસીઆઈના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા કે તેઓ સેમસન જેવા બેટ્સમેનને કેવી રીતે ટીમમાંથી બહાર કરી શકે છે. સેમસનને T20 વર્લ્ડ કપમાં પણ તક આપવામાં આવી ન હતી, જ્યારે તે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે.
Kumar Sangakara could recognize but when will BCCI recognize Sanju Samson #JusticeForSanjuSamson pic.twitter.com/aqv2iHU6Dc
— Just Butter (@JustButter07) November 9, 2021
Rohit sharma till 2013
He was also useless like sanju but dhoni backed him Now he should also back sanju in t20Is but he is biased towards mumbai players #JusticeForSanjuSamson pic.twitter.com/6Mw56gRa4W
— FL1CK (@55of37) November 9, 2021
So as usual Sanju is dropped Man literally had his best IPL season Sanju started playing IPL at the age of 18 also won the emerging player award. He is now 26! If groomed earlier he could hv been our no4. Don’t want him to be a wasted talent#JusticeForSanjuSamson pic.twitter.com/eRi3Vuvsll
— RO45 ☀️ (@Maanvi_264) November 9, 2021
સંજુ સેમસન IPL 2021માં સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન હતો. તેણે 14 મેચમાં 136.72ની સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અત્યાર સુધીમાં પાંચ મેચમાં ત્રણ અડધી સદી પણ ફટકારી છે. પ્રશંસકોએ સવાલ કર્યો હતો કે તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન છતાં તેનું નામ ભારતની ટીમમાં કેમ નથી.
I don’t know why bcci isn’t backing or picking sanju samson he has performed consitantly in ipl and smat they say that he is inconsistent but what about now? Why he is being ignored #justiceforsanjusamson pic.twitter.com/unAUAhKZtW
— ~™ (@RoyalHydra119) November 9, 2021
Only indian to score 2+ centuries after king kohli in ipl #JusticeForSanjuSamson pic.twitter.com/4EYE3tv6IA
— ~™ (@RoyalHydra119) November 9, 2021
ઘણા ચાહકો, ખાસ કરીને સંજુ સેમસનના ચાહકોનું કહેવું છે, કે પસંદગીકારો સેમસન સાથે ભેદભાવ કરી રહ્યા છે. કેટલાક ક્રિકેટ ફેન્સ સંજુ સેમસનના આંકડા શેર કરી રહ્યા છે તો કેટલાક તેની ફિલ્ડિંગના વખાણ કરી રહ્યા છે. સેમસન એક સારો વિકેટકીપર હોવાની સાથે સાથે સારો ફિલ્ડર પણ છે. બુધવારે સવારે, તેણે કોઈ પણ કેપ્શન વિના શાનદાર કેચ લેતા તેની કેટલીક તસવીરો શેર કરી.