Virat Kohli: વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ આગળ આવ્યા, તેઓએ કહ્યુ નહોતા આપવા જોઇતા આવા નિવેદન

|

Dec 18, 2021 | 7:12 AM

કોચ રાજકુમાર શર્મા (Coach Rajkumar Sharma) એ પણ સ્પષ્ટ કહ્યું કે કોહલી (Virat Kohli) માં ઘણો આત્મવિશ્વાસ છે અને તે કોઈ પણ વસ્તુનો લોભી નથી.

Virat Kohli: વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ આગળ આવ્યા, તેઓએ કહ્યુ નહોતા આપવા જોઇતા આવા નિવેદન
Virat Kohli-Coach Rajkumar Sharma

Follow us on

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોનો સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયા (Team India) ના ટેસ્ટ કેપ્ટન અને સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને BCCI પ્રમુખ અને પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આમને-સામને છે. આ વિવાદ વિરાટને ટીમ ઈન્ડિયાના સુકાનીપદેથી હટાવવાને લઈને ઉભો થયો છે અને તેનું સૌથી મોટું કારણ છે – વિરોધાભાસી નિવેદનો. કોહલીના T20 કેપ્ટનશીપમાંથી હટી જવા પર BCCI પ્રમુખ ગાંગુલીએ જે વાત કહી, વિરાટે તેને ખોટી કહી.

હવે સવાલ એ છે કે ભારતીય ક્રિકેટના બે સૌથી પ્રસિદ્ધ અને આદરણીય નામોમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું? હાલ તો તેની પરથી પડદો ઉઠવામાં સમય લાગશે તે નિશ્ચિત છે. પરંતુ દરેક તેની ચર્ચા કરી રહ્યા છે અને હવે કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા (Coach Rajkumar Sharma) એ પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.

કોહલીને બાળપણથી લઈને ટીમ ઈન્ડિયામાં આવવા સુધી સાથ આપનાર રાજકુમાર શર્માએ અનુભવી બેટ્સમેનનો બચાવ કર્યો. પરંતુ સાથે જ કહ્યું કે બંને પક્ષોએ કઠોર નિવેદનો ટાળવા જોઈએ. મીડિયા રિપોર્ટ મુજબ એક વાત કરતા શર્માએ કહ્યું, હું આ મુદ્દા પર વધુ વાત કરવા માંગતો નથી કારણ કે તે સીધો વિરાટ સાથે સંબંધિત છે. પરંતુ હું માનું છું કે બંને પક્ષો તરફથી આવા કઠોર નિવેદનો ન હોત તો સારું હોત. ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને અમને આવા બિનજરૂરી વિવાદની જરૂર નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કોહલીને કોઈ લોભ નથીઃ કોચ શર્મા

આ સમગ્ર મામલામાં સૌથી મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદ ટીમ ઈન્ડિયાની સાઉથ આફ્રિકા સીરીઝ પહેલા જ ઉભો થયો છે. ભારતના દક્ષિણ આફ્રિકા જવાના થોડા કલાકો પહેલા કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું હતું, જે બાદ હંગામો થયો હતો. આવી સ્થિતિમાં જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા અને ખુદ વિરાટ પર તેની શું અસર થશે? જોકે, શર્માનું માનવું છે કે તેમને કોઈ અસર થશે નહીં.

શર્માના જણાવ્યા મુજબ, આ વાત તેના મગજમાં રહી શકે છે, પરંતુ એકવાર તે મેદાન પર ઉતરશે તો મને નથી લાગતું કે તેની કોઈ અસર થશે. વિરાટને કોઈ પણ વસ્તુનો લોભી નથી. તેને ઘણો આત્મવિશ્વાસ છે અને તે જાણે છે કે તે તેનું 100 ટકા આપશે

ખેલાડીઓ આવા વિવાદોથી પરેશાન છે

જોકે અનુભવી કોચે પણ સ્વીકાર્યું હતું કે આવા વિવાદો ખેલાડીઓને પરેશાન કરે છે, પરંતુ સાથે જ આશા વ્યક્ત કરી હતી કે બોર્ડ તેનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું, ચોક્કસપણે આ પ્રકારનો વિવાદ અથવા મુકાબલો કોઈપણ ખેલાડી માટે પરેશાન કરે છે. પરંતુ હું આશા રાખું છું કે બોર્ડ આ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરશે અને તેને વધુ સમય સુધી ખેંચવામાં આવશે નહીં.

 

આ પણ વાંચોઃ  Asian Champions Trophy : ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું, ટુર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી

 

આ પણ વાંચોઃ Suicide Cases : યુવાન શૂટરોની આત્મહત્યાથી પરેશાન અભિનવ બિન્દ્રાએ મદદ માટે હાથ લંબાવ્યો

 

Published On - 7:09 am, Sat, 18 December 21

Next Article