Suicide Cases : યુવાન શૂટરોની આત્મહત્યાથી પરેશાન અભિનવ બિન્દ્રાએ મદદ માટે હાથ લંબાવ્યો

છેલ્લા ચાર મહિનામાં ચાર શૂટરોએ આત્મહત્યા કરી છે. ગુરુવારે ધનબાદની રહેવાસી 26 વર્ષની શૂટર કોનિકાએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

Suicide Cases : યુવાન શૂટરોની આત્મહત્યાથી પરેશાન અભિનવ બિન્દ્રાએ મદદ માટે હાથ લંબાવ્યો
Abhinav Bindra (File Photo)
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Dec 17, 2021 | 4:24 PM

Suicide Cases : છેલ્લા કેટલાક મહિનામાં દેશના ચાર યુવા શૂટર્સે આત્મહત્યા કરી છે. ગુરુવારે, 26 વર્ષીય કોનિકા લાયકે (Konica Layak) પણ હાવડા જિલ્લામાં તેના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી હતી. ધનબાદના ધનસરની રહેવાસી 26 વર્ષીય શૂટર રાષ્ટ્રીય સ્તરે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી હતી. કોનિકાને મદદ કરવા માટે સોનુ સૂદે થોડા સમય પહેલા તેને બંદૂક આપી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા (Olympic medalist) અભિનવ બિન્દ્રાએ ઉભરતા ખેલાડી (Player)ઓની આત્મહત્યાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા(Abhinav Bindra) એ તેમના ફાઉન્ડેશન દ્વારા તણાવના આ સમયમાં શૂટરોને મદદ કરવાની ઓફર કરી છે.

તાજેતરના મહિનાઓમાં શૂટિંગ ખેલાડીની આત્મહત્યાનો આ ચોથો કેસ નોંધાયેલ છે, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તાજેતરમાં, યુવા પિસ્તોલ શૂટર ખુશપ્રીત કૌર સંધુ (Khushpreet Sandhu) એ નેશનલ ચેમ્પિયનશિપ(National Championship)માં ઓછા સ્કોર કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. ખુશપ્રીત સંધુ(Khushpreet Sandhu)એ લીમામાં છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું.

અભિનવ બિન્દ્રાએ NRAI પ્રમુખને પત્ર લખ્યો

અન્ય બે શૂટર્સ હુનરદીપ સિંહ સોહલ અને નમનવીર સિંહ બરારે પણ આત્મહત્યા કરી હતી. બિન્દ્રાએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)ના પ્રમુખ રણિન્દર સિંહને લખ્યું, મેં તાજેતરના દેશમાં રમતવીરોની આત્મહત્યાના કિસ્સાઓ તરફ તમારું ધ્યાન દોરવા પત્ર લખ્યો છે. આ સમાચારોથી હું અંગત રીતે આઘાતમાં છું અને મને લાગે છે કે, આપણે જીવન બચાવવા માટે ઝડપથી અને જવાબદારી પૂર્વક કાર્ય કરવું પડશે.

અભિનવ યુવા ખેલાડીઓને મદદ કરવા માંગે છે

તેણે લખ્યું, ખેલાડીઓ પણ માણસો છે, તેઓ પણ ચિંતા, ડિપ્રેશનનો શિકાર બની શકે છે અને તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ આપવાની જરૂર છે. અમારો હેતુ ખેલાડીઓ, કોચને મદદ કરવાનો છે.

બિન્દ્રાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, આ પત્ર દ્વારા હું ખેલાડીઓ, કોચ, પ્રશાસકો, માતા-પિતા અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના અન્ય લોકોને તેમની જરૂરિયાતના સમયે મદદનો હાથ લંબાવું છું. લખ્યું, આશા છે કે, તમે મારી ઑફર સ્વીકારશો અને અમને તમામ સ્તરે હિતધારકોની જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને કેટલાક વર્ચ્યુઅલ સત્રોનું આયોજન કરવાની તક આપશો.

આ પણ વાંચો : Pro Kabaddi League : 8મી સિઝન 22 ડિસેમ્બરથી રમાશે, અત્યાર સુધી જીતનાર તમામ ટીમોનું લીસ્ટ જુઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati