Virat Kohli ક્રિકેટમાંથી લેશે બ્રેક, સામે આવ્યો તેનો પ્લાન

|

Jul 17, 2022 | 11:54 AM

Cricket : ઈંગ્લેન્ડ અને ભારત (ENG vs IND) વચ્ચે રવિવારે રમાનારી ત્રીજી વનડે વિરાટ કોહલી (Virat Kohli) ની એક મહિનાના વિરામ પહેલાની છેલ્લી મેચ રહેશે.

Virat Kohli ક્રિકેટમાંથી લેશે બ્રેક, સામે આવ્યો તેનો પ્લાન
Virat Kohli, Anushka Sharma and Daughter Vamika (PC: Virat Kohli Instagram)

Follow us on

ઈંગ્લેન્ડ અને ભારત (ENG vs IND) વચ્ચે રવિવારે રમાનારી ત્રીજી વનડે વિરાટ કોહલી (Virat Kohli) ની એક મહિનાના વિરામ પહેલા છેલ્લી મેચ રમશે. પૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેના નજીકના લોકોના મતે તે માનસિક રીતે ફિટ નથી. આ જ કારણ છે કે તે પોતાની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને પુત્રી વામીકા (Vamika) સાથે લંડન (London) માં જ રહેશે અને એક મહિના સુધી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર રહેશે. તે ઓગસ્ટના અંતમાં એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે પરત ફરશે.

વિરાટ કોહલી પરિવાર સાથે લંડનમાં જ રહેશે

વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પહેલેથી જ તેની સાથે લંડનમાં છે. અહેવાલો અનુસાર તેની માતા સરોજ સહિત તેમનો પરિવાર તેમની સાથે લંડનમાં રહેશે. ટીમમાં તેના સ્થાનને લઈને સતત પૂછવામાં આવતા માનસિક થાકને દૂર કરવા માટે તે વિરામ માટે અજ્ઞાત સ્થળે જશે.

એશિયા કપ 202 માટે પ્રેક્ટિસ કરશે

એશિયા કપ 2022 (Asia Cup 2022) ને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલી (Virat Kohli) 1 ઓગસ્ટથી પ્રેક્ટિસ શરૂ કરશે. InsideSport ના સમાચાર પ્રમાણે વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી બ્રેક લેવા માટે આ પ્લાન બનાવ્યો છે. વિરાટ કોહલી ખરાબ ફોર્મને કારણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. તેના નજીકના સહયોગીઓનું માનવું છે કે આનાથી તેને માનસિક રીતે વધુ સારા બનવામાં મદદ મળશે. તેણે પત્ની સાથે લંડનમાં ભજન કીર્તનમાં હાજરી આપવા માટે આધ્યાત્મિક મદદ પણ લીધી હતી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

2020 બાદ કોહલીનું ફોર્મ આવું રહ્યું છે

વર્ષ 2020 થી અત્યાર સુધી તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફ્લોપ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તે માત્ર 27.25ની એવરેજથી 872 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તે માત્ર 6 અડધી સદી ફટકારી શક્યો હતો. વન-ડેમાં પણ વિરાટ કોહલી સાથે આવું જ બન્યું છે. વર્ષ 2020 થી અત્યાર સુધી વિરાટ કોહલીએ 18 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 39ની એવરેજથી 702 રન બનાવ્યા છે. અહીં પણ તે એકપણ સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં થોડો સારો રહ્યો છે. 2020 થી અત્યાર સુધીમાં તેણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 42.18 ની સરેરાશથી 675 રન બનાવ્યા છે. જોકે અહીં પણ તે સદી ફટકારી શક્યો નથી.

હાર્દિક પંડ્યાની જેમ મળી શકે છે મદદ

વિરાટ કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મ દરમિયાન બ્રેક લેવાના વિચારથી દરેક જણ ખુશ નથી. પરંતુ તે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની જેમ તેને મદદ કરી શકે છે. હાર્દિક પંડ્યાએ પાંચ મહિનાનો બ્રેક લીધો અને આત્મવિશ્વાસ અને ફોર્મ સાથે ફરી પાછો ક્રિકેટના મેદાન પર પરત ફર્યો હતો. વિરાટ કોહલી જે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે તે નવું નથી. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, રાહુલ દ્રવિડ અને અન્ય દરેક ક્રિકેટર તેમાંથી પસાર થયા છે.

Next Article