AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohliએ કર્યો ખુલાસો, તે અનુષ્કાને પહેલીવાર મળ્યો ત્યારે અભિનેત્રીની ઊંચાઈની મજાક ઉડાવી હતી

વિરાટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે મેં વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું ત્યારે તેણે ઓગસ્ટ મહિનામાં તેની પહેલી એડ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ત્યાં જ તે અનુષ્કાને પહેલીવાર શેમ્પૂની જાહેરાતમાં મળ્યો હતો.

Virat Kohliએ કર્યો ખુલાસો, તે અનુષ્કાને પહેલીવાર મળ્યો ત્યારે અભિનેત્રીની ઊંચાઈની મજાક ઉડાવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 3:32 PM
Share

Virat Anushka : ક્રિકેટ અને બોલિવુડનો સંબંધ ઘણો જૂનો છે. ઘણા પ્રખ્યાત ક્રિકેટરોએ બોલિવૂડ સુંદરીઓ સાથે તેમનું દિલ આપીને લગ્ન કર્યા છે. આવી જ એક જોડી છે ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની, જેને લોકો પ્રેમથી ‘વિરુષ્કા’ પણ કહે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટના મેદાન પર હંમેશા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા વિરાટ કોહલી અનુષ્કા સાથેની પહેલી જ મુલાકાતમાં ખૂબ જ નર્વસ થઈ ગયા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારે બંન્ને એક શેમ્પુની જાહેરાત માટે શૂટિંગ કરી રહ્યા હતા. આ પહેલા વિરાટે કોઈ અભિનેત્રી સાથે કામ કર્યું ન હતુ, તે સેટ પર અનુષ્કા સામે ખુબ નર્વસ થયો હતો.

ખુબ જ નર્વસ થઈ ગયો હતો : વિરાટ કોહલી

એક ઈન્ટરવ્યુમાં વિરાટે કહ્યું કે, હું અનુષ્કાને પ્રથમ વખત એક શેમ્પુની જાહેરાત દરમિયાન મળ્યો હતો. આ શૂટિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતુ. મને મનેજરે કહ્યું આ શૂટિંગ તમારે અનુષ્કા શર્મા સાથે કરવાનું છે આ સાંભળી હું ખુબ જ નર્વસ થઈ ગયો હતો. મે કહ્યું તે એક પ્રોફેશનલ અભિનેત્રી છે. હું તેની સામે કઈ રીતે એક્ટિંગ કરી શકીશ. મારા મેનેજરે મને કહ્યું કે, બધું ઠીક થઈ જશે. સ્ક્રિપ્ટ શાનદાર છે તેમ છતા હું નર્વસ હતો.

2017માં બંન્ને ઈટલીમાં લગ્ન કર્યા

વિરાટે કહ્યું શૂટિંગ દરમિયાન અનુષ્કા શર્માએ હિલ પહેરી હતી. તેના કારણે તે ખુબ લાંબી લાગી રહી હતી. આ વાત પર વિરાટે જોક્સ માર્યો હતો. આ જાહેરાતની શૂટિંગ દરમિયાન વિરાટ અને અનુષ્કાની મિત્રતા થઈ ગઈ અને બંન્ને સાથે હરવા ફરવા લાગ્યા, થોડા સમય સુધી બંન્ને એક બીજાને ડેટ કરી હતી અને 2017માં બંન્ને ઈટલીમાં લગ્ન કર્યા હતા.

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલની 16મી ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પણ આઈપીએલ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તે બેંગ્લોર માટે સતત 2 સેન્ચુરી ફટકારીને આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">