સૌરવ ગાંગુલીએ અશ્વિનને ટીમમાં સ્થાન આપવાને લઇને કર્યો ખુલાસો, કહ્યુ વિરાટ કોહલીએ T20 World Cupમાં મોકો અપાવ્યો હતો
વિરાટ કોહલી (Virat Kohli) એ T20ની કેપ્ટનશીપ છોડી દીધી છે અને તેને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો છે. BCCI ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ T20 World Cup 2021ને લઈને વિરાટ વિશે મોટી વાત કહી છે.
ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમ (Team India) નું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ટીમ સેમીફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી ન હતી અને તેની સાથે જ વિરાટ કોહલી (Virat Kohli) ની ટી-20 કેપ્ટનશિપની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ હતી. આ પછી વિરાટ કોહલીને પણ વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર મોટી વાત કહી છે. સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલીએ જ આર અશ્વિન (R Ashwin)ને ટી-20 વર્લ્ડ કપ 2021ની ટીમમાં જગ્યા આપી હતી.
આર અશ્વિન ચાર વર્ષ બાદ T20 ક્રિકેટમાં પરત ફર્યો છે. અશ્વિનને અગાઉ વર્ષ 2017માં છેલ્લી વખત મર્યાદિત ઓવરોના ફોર્મેટની ટીમમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડીમાં વધુ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ટી20 વર્લ્ડ કપ 2021 માટે વિરાટ કોહલીએ અશ્વિનની માંગણી કરી હતી.
ગાંગુલીએ અશ્વિનની પસંદગીનુ બતાવ્યુ રાઝ
સૌરવ ગાંગુલીએ એક મીડિયા રિપોર્ટ મુજબ વાતચીતમાં કહ્યું કે તેમને લાગ્યું કે અશ્વિનની ODI-T20 કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે. પરંતુ જે રીતે અશ્વિન પાછો ફર્યો, સૌરવ ગાંગુલી તેની બોલિંગ પર વિશ્વાસ કરી ગયો. સૌરવ ગાંગુલીએ ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મને ખાતરી નહોતી કે અશ્વિન ક્યારેય સફેદ બોલની ક્રિકેટમાં રમી શકશે. પરંતુ વિરાટ કોહલી તેને T20 વર્લ્ડ કપમાં તક આપવા માંગતો હતો. અને અશ્વિનને જે પણ તક મળી, તેણે પોતાની જાતને સાબિત કરી.
અશ્વિને T20 વર્લ્ડ કપમાં 3 વિકેટ ઝડપી હતી. આ પછી અશ્વિનની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ જીતી હતી. રોહિત શર્મા (Rohit Sharma) એ પણ અશ્વિનને ODI અને T20 ક્રિકેટનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘દરેક અશ્વિન વિશે વાત કરે છે. કાનપુર ટેસ્ટ પછી તમે દ્રવિડનું નિવેદન સાંભળો. તેણે અશ્વિનને સર્વકાલીન મહાન ક્રિકેટર ગણાવ્યો છે. અશ્વિનની પ્રતિભા સમજવા માટે તમારે રોકેટ સાયન્સની જરૂર નથી. જ્યારે હું જોઉં છું ત્યારે જ હું પ્રશંસા કરું છું. અશ્વિન હોય, અય્યર હોય, રોહિત હોય કે વિરાટ કોહલી હોય.