India vs Leicestershire: વિરાટ કોહલીએ પ્રેક્ટિસ મેચ દરમિયાન મેદાન પર કંઈક કર્યુ એવું કે વીડિયો થયો વાયરલ

|

Jun 23, 2022 | 10:07 PM

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનો (Virat Kohli) પ્રેક્ટિસ મેચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની કોપી કરતો જોવા મળી રહ્યો છે.

India vs Leicestershire: વિરાટ કોહલીએ પ્રેક્ટિસ મેચ દરમિયાન મેદાન પર કંઈક કર્યુ એવું કે વીડિયો થયો વાયરલ
Virat-Kohli

Follow us on

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં લીસ્ટશરમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયાની વિખરાયેલી ઈનિંગ્સને સંભાળી, પરંતુ આ દરમિયાન મેદાન પર તેણે કંઈક એવું કર્યું જેના પછી સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. કોહલીએ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટની (Joe Root) કોપી કરવાની કોશિશ કરી હતી અને તે ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. કોહલીના આ વીડિયોને ફેન્સ જોરદાર રીતે સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે.

કોહલીનો વીડિયો થયો વાયરલ

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન જો રૂટનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પોતાના બેટને અડ્યા વિના મેદાન પર બેલેન્સ કરતો જોવા મળ્યો હતો. ફેન્સ તેને જાદુ કહી રહ્યા હતા, પરંતુ પાછળથી તેનું સાચું કારણ પણ સામે આવ્યું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રૂટની કોપી કરવામાં નિષ્ફળ રહ્યો કોહલી

કોહલીએ પ્રેક્ટિસ મેચ દરમિયાન પણ કંઈક આવું કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મેદાન પર ઊભો છે અને બેટને બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે આમ કરી શક્યો ન હતો. કોહલીનો એક વીડિયો હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રૂટની કોપી કરતો જોવા મળ્યો હતો.

જાદુ ન હતો રુટની કમાલ

જો રૂટના વીડિયોમાં કોઈ જાદુ નહોતો, આ આખી રમત તેના બેટમાં છુપાયેલી હતી. જો રૂટ જે બેટનો ઉપયોગ કરે છે તેનો ફ્લેટ ટો છે. એમાં સહેજ પણ વળાંક આવતો નથી. આ સિવાય રૂટના બેટનો ટો પણ પહોળો છે અને આ કારણે તેનું સંતુલન પણ ઉત્તમ છે. આ જ કારણ છે કે જો રૂટનું બેટ સપોર્ટ વગર ઉભું રહી શકે છે. તેણે આ બેટથી શાનદાર ઈનિંગ રમી હતી. જો રૂટે તેની સદીની ઈનિંગ દરમિયાન 12 ચોગ્ગા સાથે 10,000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા.

પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલી સારી લયમાં જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રમત બંધ થઈ તે પહેલા તેણે 60 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. કોહલીએ ટીમની વેરવિખેર ઇનિંગ્સને સંભાળી હતી. ભારતે 81 રનના કુલ સ્કોર પર પાંચ વિકેટ ઝડપી હતી. આ પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે બે વખત રોકવામાં આવી હતી.

Next Article