Asia Cup 2022: વિરાટ કોહલી 6 વર્ષ બાદ બોલીંગ કરતો જોવા મળ્યો, આપ્યા માત્ર 6 રન

|

Sep 01, 2022 | 10:10 AM

હોંગકોંગ સામે ભારત (India Vs Hong Kong) ની બોલિંગ મિશ્ર રહી હતી. સારી વાત એ છે કે જેમણે ખરાબ બોલિંગ કરી, વિરાટ કોહલી (Virat Kohli) એ ખૂબ સારી બોલિંગ કરી હતી.

Asia Cup 2022: વિરાટ કોહલી 6 વર્ષ બાદ બોલીંગ કરતો જોવા મળ્યો, આપ્યા માત્ર 6 રન
Virat Kohli ને બોલીંગ કરતો જોવો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે

Follow us on

હોંગકોંગ સામેની મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) સંપૂર્ણ એન્ટરટેઈનર તરીકે ઉતર્યો હતો. તેણે માત્ર બેટ વડે ચાહકોનું મનોરંજન કર્યું એટલું જ નહીં, હાથમાં બોલ પકડીને સ્ટેડિયમનો શોર બકોર પણ વધાર્યો. 6 વર્ષ પછી આ પ્રથમ વખત હતો જ્યારે વિરાટ કોહલી ક્રિકેટના T20 ફોર્મેટમાં બોલિંગ કરી રહ્યો હતો. એશિયા કપ 2022 ની મેચમાં હોંગકોંગ સામે ભારત (Indian Cricket Team) ની બોલિંગ મિશ્ર રહી હતી. કેટલાક બોલરોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું તો કેટલાકે એટલી જ ખરાબ બોલિંગ કરી. સારી વાત એ છે કે જેમણે ખરાબ બોલિંગ કરી, વિરાટ કોહલીએ તેમને ખૂબ સારી બોલિંગ કરી. 6 વર્ષ પછી બોલિંગ પર ઉતર્યા પછી પણ તેણે હોંગકોંગ (Hong Kong) ને તેની સામે માત્ર 6 રન બનાવવા દીધા.

વિરાટ કોહલીએ હોંગકોંગ સામેની ડેથ ઓવરમાં બોલિંગ કરી હતી. તેણે પોતાની ટીમ માટે 17મી ઓવર નાખી. આ એક ઓવરમાં વિરાટે માત્ર 6 રન આપ્યા અને એક બોલ ડોટ નાખ્યો. સ્લોગ ઓવરમાં આટલી ઇકોનોમી ઓવરો નિકાળવી એ કોઈપણ પાર્ટ ટાઈમ બોલર માટે મોટી વાત છે અને વિરાટ કોહલીએ તે કરી બતાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

6 વર્ષ પછી વિરાટે T20Iમાં બોલિંગ કરી

આ પહેલા વિરાટ કોહલીએ છેલ્લી વખત વર્ષ 2016માં બોલિંગ કરી હતી. તે થોડો મોંઘો હોવા છતાં તે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વિરાટ હોંગકોંગ સામે આવું કરી શક્યો નહોતો.

 

વિરાટ કોહલીએ વર્ષ 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં બોલિંગ કરી હતી. ત્યારબાદ તેણે 1.4 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી હતી. તે દરમિયાન 4 બોલ ડોટ હતા જ્યારે 1 ફોર અને 1 સિક્સ સહન કરી હતી.

સફેદ બોલની ક્રિકેટમાં 5 વર્ષ પછી બોલિંગ

વિરાટ કોહલીને વ્હાઈટ બોલ ક્રિકેટમાં બોલ કર્યાને 5 વર્ષ વીતી ગયા છે. વર્ષ 2017 માં તેણે છેલ્લી વનડેમાં શ્રીલંકા સામે બોલિંગ કરી હતી. હોંગકોંગ સામે ઓવર નાંખતા પહેલા વિરાટ કોહલીએ બેટ વડે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 44 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટી20માં આ તેની 31મી ફિફ્ટી છે. આમ કોહલીએ બેટ અને બોલ બંને વડે પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. આમ ગઈકાલે મેચની શરુઆત થી જ અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો અને જે ભારત માટે સારો રહ્યો હતો.

 

 

Published On - 9:40 am, Thu, 1 September 22

Next Article