Virat Kohli એ પણ હવે બાબર આઝમને આપ્યો જવાબ, પાકિસ્તાનના કેપ્ટનને માટે લખી ખાસ વાત

|

Jul 16, 2022 | 7:31 PM

વિરાટ કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મ બાદથી તેના પર ચારે બાજુથી ભારે આક્રમણ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) સહિત કેટલાક પાકિસ્તાની ખેલાડીઓએ પૂર્વ ભારતીય કેપ્ટનને પ્રોત્સાહન આપ્યું છે.

Virat Kohli એ પણ હવે બાબર આઝમને આપ્યો જવાબ, પાકિસ્તાનના કેપ્ટનને માટે લખી ખાસ વાત
Virat Kohli હાલમાં ખરાબ ફોર્મના તબક્કામાથી પસાર થઈ રહ્યો છે

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) વિશે આજકાલ દરેક પ્રકારના નિવેદનો પ્રચલિત છે. તેના ખરાબ ફોર્મના કારણે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ભારતીય ટીમ માંથી બહાર થવાની માંગ કરી છે. ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પણ તેનું બેટ કામ કરી શક્યું ન હતું, જેના પછી તેના પર પ્રશ્નો અને શાબ્દિક હુમલાઓની તીવ્રતા વધી ગઈ હતી. આ બધાની વચ્ચે એક અણધારી સોશિયલ મીડિયા પોસ્ટ આવી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ પોસ્ટ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam Tweet For Kohli) ની હતી, જેણે કોહલીને મુશ્કેલ સમયમાં સાથ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. બાબરની આ પોસ્ટની પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ઘણી પ્રશંસા થઈ હતી. હવે ખુદ કોહલીએ બાબરના આ ટ્વીટનો જવાબ આપતાં તેમનો આભાર માન્યો અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈના રોજ બીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી માત્ર 16 રન આવ્યા હતા. તેણે કેટલાક સારા શોટ્સથી શરૂઆત કરી હતી, પરંતુ પછી જૂની ભૂલોનું પુનરાવર્તન કરીને આઉટ થયો હતો. કોહલીની ફરી નિષ્ફળતા બાદ એ જ સવાલો ઉઠવા લાગ્યા જે છેલ્લા લગભગ એક વર્ષથી પૂછવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બાબર આઝમે બધાને ચોંકાવી દીધા અને ટ્વિટ કરીને કોહલીને પોતાનું સમર્થન જાહેર કર્યું. પાકિસ્તાની કેપ્ટને લખ્યું, “આ સમય પણ પસાર થઈ જશે. તમે મક્કમ રહો. વિરાટ કોહલી”

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોહલીએ જવાબમાં શું લખ્યું?

બાબરના આ ટ્વીટને ખાસ કરીને ભારતીય ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. જો કે કોહલી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે, પરંતુ ભાગ્યે જ કોઈના ટ્વીટનો આ રીતે જવાબ આપે છે. હવે કોહલીએ પણ પાડોશી દેશના આ દિગ્ગજ ક્રિકેટરના સમર્થનના વખાણ કર્યા છે અને તેમનો આભાર માન્યો છે અને શુભકામનાઓ પણ પાઠવી છે. કોહલીએ શનિવારે 16 જુલાઈના રોજ બાબર આઝમની ટ્વિટર પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, “આભાર. ચમકતા રહો અને આગળ વધતા રહો. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.”

 

ટીકાકારોને કોહલીનો જવાબ!

દેખીતી રીતે કોહલીના આ જવાબથી પણ બધા ખુશ થઈ ગયા. બંને ખેલાડીઓ અને ક્રિકેટ ટીમના ચાહકોએ તેની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. જો કે, કોહલી શનિવારે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય દેખાયો અને તેની આસપાસ ચાલી રહેલી ચર્ચાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબ આપ્યો. બાબર આઝમને સીધો જવાબ આપવાના કલાકો પહેલાં, કોહલીએ પ્રેરણાદાયી વિચાર સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જે તેની વર્તમાન પરિસ્થિતિ અને ટીકાકારોની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા તરીકે સમજી શકાય છે.

Published On - 7:29 pm, Sat, 16 July 22

Next Article