India Vs Pakistan: વિરાટ કોહલીથી ફફડી જાય છે પાકિસ્તાન, જાણો તેના ચાર કારણો

વિરાટ કોહલી (Virat Kohli) એશિયા કપ (Asia Cup 2022) માં પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો રહેશે, પાકિસ્તાનની સામે આ દિગ્ગજ ખેલાડીનુ પ્રદર્શન કમાલનુ રહ્યુ છે.

India Vs Pakistan: વિરાટ કોહલીથી ફફડી જાય છે પાકિસ્તાન, જાણો તેના ચાર કારણો
Virat Kohli નો દમદાર રેકોર્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 5:50 PM

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે. એશિયા કપ (Asia Cup 2022) માં બંને ટીમોની આ ટક્કર પર કરોડો ચાહકોની નજર છે. નજર અન્ય ખેલાડી પર છે, જેનાથી પાકિસ્તાન ધ્રૂજી રહ્યું છે. વાત કરીએ વિરાટ કોહલી (Virat Kohli) ની જેણે હંમેશા પાકિસ્તાની બોલરોને રડાવ્યા છે. વિરાટ કોહલી જ્યારે પણ પાકિસ્તાન સામે આવ્યો ત્યારે તેણે પોતાના બેટનો ખતરો બતાવ્યો અને તેનું શાનદાર પ્રદર્શન તેનો પુરાવો છે. આ વખતે પણ એશિયા કપમાં વિરાટ કોહલી પાકિસ્તાન માટે મોટો ખતરો બની રહેશે. આવો અમે તમને આના પાંચ મોટા કારણો જણાવીએ.

  1. વિરાટ કોહલીનો પાકિસ્તાન સામે ટી20 રેકોર્ડ શાનદાર છે. આ દિગ્ગજ જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાન સામે 7 મેચમાં 311 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 77.75 છે. તેના બેટથી પાકિસ્તાન સામે ત્રણ ટી-20 અડધી સદી છે.
  2. એશિયા કપની વાત કરીએ તો વિરાટ કોહલીની પાકિસ્તાન સામે 68થી વધુની એવરેજ છે. વિરાટે 3 મેચમાં 206 રન બનાવ્યા છે અને તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી છે. વિરાટ કોહલીએ એશિયા કપમાં પાકિસ્તાન સામે 183 રનની ઇનિંગ રમી હતી, જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
  3. વિરાટ કોહલીએ ODI-T20 ફોર્મેટમાં પાકિસ્તાન સામે કુલ 2 સદી ફટકારી છે. આ સાથે તેના બેટમાંથી 2 અડધી સદી પણ નીકળી છે. મતલબ કે મર્યાદિત ઓવરના દરેક ફોર્મેટમાં, દરેક ટુર્નામેન્ટમાં કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું છે.
  4. વિરાટ કોહલીએ દુબઈના મેદાન પર શાનદાર અડધી સદી ફટકારી છે જ્યાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. આ અડધી સદી T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન વિરૂદ્ધ ફટકારી હતી. ભારતે રોહિત-કેએલ રાહુલ, સૂર્યકુમારની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી પરંતુ વિરાટ કોહલીએ ટીમને સંભાળતા 57 રનની ઇનિંગ રમી હતી. જોકે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ હતી.
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">