AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli એ ખરાબ ફોર્મ વચ્ચે ફટકારી બેવડી સદી, આવુ કરનાર તે વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો

Cricket : વિરાટ કોહલી (Virat Kohli) એ ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની સીરિઝ બાદથી એક પણ સદી કે અડધી સદી ફટકારી નથી. તો હાલમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયિર લીગ (IPL 2022) માં પણ તે ફોર્મથી ઝઝુમી રહ્યો હતો. આ સિઝનમાં તેણે માત્ર બે જ અડધી સદી ફટકારી હતી.

Virat Kohli એ ખરાબ ફોર્મ વચ્ચે ફટકારી બેવડી સદી, આવુ કરનાર તે વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો
Virat Kohli (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 7:10 AM
Share

ભારતીય ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ખરાબ પ્રદર્શનને લઇને છેલ્લા ઘણા સમયથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. વિરાટ કોહલીએ ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની સીરિઝ બાદથી એક પણ સદી કે અડધી સદી ફટકારી નથી. તો હાલમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયિર લીગ (IPL 2022) માં પણ તે ફોર્મથી ઝઝુમી રહ્યો હતો. આ સિઝનમાં તેણે માત્ર બે જ અડધી સદી ફટકારી હતી. ત્યારે આ ખરાબ સમાચાર વચ્ચે વિરાટ કોહલીના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે તેના ખરાબ ફોમ છતા લોકોમાં તેની લોકપ્રિયતા વધી રહી છે અને તેનું જીવતુ જાગતું ઉદાહરણ છે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોલોવર્સની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.

મહત્વનું છે કે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની આગામી ટી20 શ્રેણીમાં નહીં રમે. ક્રિકેટના મેદાનમાંથી તેને હાલ થોડો બ્રેક લીધો છે. તેમ છતાં તેના ચાહકોમાં કોહલીનો ક્રેઝ ઓછો થયો નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વિરાટ કોહલીના ફોલોઅર્સમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. કોહલીએ આ મામલે નવો રેકોર્ડ પણ મેળવ્યો છે. તે 200 મિલિયન (એટલે કે 20 કરોડ) ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

આ મામલામાં રોનાલ્ડો પહેલા અને મેસ્સી બીજા સ્થાને છે

વિશ્વમાં તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની યાદી પર નજર કરીએ તો તેમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે આવે છે. વિશ્વભરમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે તે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અને ત્યાર બાદ આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) છે. રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને મેસીના 334 મિલિયન (33.4 મિલિયન) ચાહકો છે.

સૌથી વધુ ફોલો કરનાર રમત જગતના દિગ્ગજોઃ

  1. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોઃ 451 મિલિયન
  2. લિયોનેલ મેસ્સીઃ 334 મિલિયન
  3. વિરાટ કોહલીઃ 200 મિલિયન
  4. નેમાન જુનિયરઃ 175 મિલિયન
  5. લેબ્રૉન જેમ્સઃ 123 મિલિયન

આફ્રિકા સામેની સીરિઝમાં વિરાટ કોહલીને આરામ મળ્યો વિરાટ કોહલી તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રમતા જોવા મળ્યો હતો. કોહલીએ આ IPL 2022 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે કુલ 16 મેચ રમી હતી. જેમાં તેણે 22.73 ની નબળી સરેરાશથી માત્ર 341 રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર બે અડધી સદી ફટકારી અને ત્રણ વખત ગોલ્ડન ડક માટે આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે તેમના ઘરે 5 T20 મેચોની શ્રેણી રમવાની છે. તેનાથી કોહલીને આરામ મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">